પેને માર્ટિન માટે સંદેશો પણ લીધો હતો. પેને કહ્યું હતું કે તે હાલ પ્રેસ કોન્ફરન્સમાં છે. ચિંતા ન કરો હું તેમને કહીં દઈશ કે પોતાનો ઇ-મેલ ચેક કરે. પછી કહ્યું હતું કે માર્ટિન તમારો ઇ-મેલ ચેક કરો.
2/4
પેને પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સ્પીચ રોકીને પત્રકારનો ફોન રિસીવ કર્યો હતો અને આવી રીતે આવ્યો જવાબ, (હેલ્લો ટીમ પેન બોલી રહ્યો છું...), (કોણ બોલો છો? તમારે કોની સાથે વાત કરવી છે?), (ફોન માર્ટિન (પત્રકાર) માટે હતો).
3/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટિમ પેનની સાથે શુક્રવારે અજીબ ઘટના ઘટી. ભારત વિરૂદ્ધ સિડનીમાં રમાઈ રહેલ સીરીઝના ચોથા અને અંતિમ મેચના બીજા દિવસે મેચ ખત્મ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં પેનની પાસે કોઈનો ફોન આવ્યો. પેનની પ્રેસ કોન્ફરન્સમાં ટેબલ પર રાખેલ કોઈ પત્રકારનો ફોનની રિંગ વાગી હતી, જે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે વાગવા લાગી. પેને ફોન ઉઠાવીને તેનો જવાબ આપવા લાગ્યો.
4/4
પ્રસ કોન્ફરન્સ દરમિયાન આવેલા ફોનને તેણે જે રીતે હેન્ડલ કર્યો તે જોઈને ત્યાં હાજર બધા પત્રકારો હસી પડ્યા હતા. સિડની ટેસ્ટના પ્રથમ બે દિવસ 167.2 ઓવર વિકેટકિપિંગ કર્યા પછી પેન પ્રેસ કોન્ફરન્સમાં થાકીને આવ્યો હતો. આ મેચમાં તેમની ટીમ ભારતના 622/7 સ્કોર પછી બેકફુટ પર છે. આમ છતા ટીમ પેન બિલકુલ શાંત જણાયો હતો અને પ્રેસ કોન્ફરન્સનો માહોલ હસી-મજાક ભર્યો બનાવી દીધો હતો.