Arjun Tendulkar-Saaniya Chandok: અર્જુન તેંડુલકરે જેની સાથે સગાઈ કરી છે તે સાનિયા ચંડોક કોણ છે? જાણો કેટલી છે તેની નેટવર્થ?
Arjun Tendulkar-Saaniya Chandok:સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ છે

Arjun Tendulkar-Saaniya Chandok: ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ છે. સમારોહમાં ફક્ત બંને પરિવારના લોકો અને કેટલાક ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. સચિન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. હવે આ પરિવાર સાથે જોડાયા પછી લોકો સાનિયા અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી રહ્યા છે. ચાલો જાણીએ કે સાનિયાનો પરિવાર કેટલો સમૃદ્ધ છે, તેના બિઝનેસ અને નેટવર્થ વિશે.
અર્જુન તેંડુલકરની થનારી પત્ની સાનિયા ચંડોક લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક થઈ છે. સાનિયા મુંબઈના એક મોટા ઉદ્યોગપતિ પરિવારની છે. તે રવિ ઘાઈની પૌત્રી છે. તે પોતે મુંબઈ સ્થિત મિસ્ટર પૉઝ પેટ સ્પા અને સ્ટોર LLPમાં ડિરેક્ટર છે.
સાનિયા ચંડોકનો પરિવાર કેટલો સમૃદ્ધ છે?
સાનિયા એક એવા પરિવારમાંથી આવે છે જેની ભારતના ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં મજબૂત પક્કડ છે. સાનિયા રવિ ઘાઈની પૌત્રી છે, જે ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી (ઓછી કેલરીવાળી આઈસ્ક્રીમ બ્રાન્ડ) ના માલિક છે.
ધ બ્રુકલિન ક્રીમરીની સ્વતંત્ર નેટવર્થ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, મૂળ કંપની ગ્રેવિસ ફૂડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24માં 624 કરોડ રૂપિયાની આવક ઉભી કરી હતી. આ અગાઉના વર્ષ કરતા 20 ટકા વધુ હતી. કંપની પાસે 2.23 કરોડ રૂપિયાની અધિકૃત મૂડી અને 90,100 ની ચૂકવેલ મૂડી છે. ઘઈ પરિવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ હેઠળ મુંબઈમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલનું સંચાલન પણ કરે છે. અહેવાલ મુજબ, ઓગસ્ટ 2025 સુધીમાં તેનું મૂલ્ય 18.43 બિલિયન ડોલર છે.
સાનિયા પેટ સ્પાની ફાઉન્ડર છે
સાનિયા ચંડોક મિસ્ટર પૉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપીના નિયુક્ત ભાગીદાર અને ડિરેક્ટર પણ છે. અહેવાલ મુજબ, આ પેટ સ્પા 2022માં લગભગ 90 લાખ રૂપિયાની અધિકૃત મૂડી સાથે શરૂ કરવામાં આવ્યું હતું, જે જૂથની મોટી બ્રાન્ડ્સની તુલનામાં એક નાનો વ્યવસાય છે.
અર્જુન એક ડાબા હાથનો મધ્યમ ઝડપી બોલર અને નીચલા ક્રમનો બેટ્સમેન છે. IPL માં તે મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ છે અને તેણે 2023 માં ડેબ્યુ કર્યું હતું. તેણે અત્યાર સુધી 5 IPL મેચ રમી છે, જેમાં 13 રન બનાવ્યા અને 3 વિકેટ ઝડપી છે. જોકે, IPL 2025 માં તેને રમવાની તક મળી ન હતી.





















