શોધખોળ કરો

INDvAUS: ભારતીય ટીમ કેમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ? જાણો વિગત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે બેંગલુરુના એમ ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે.

બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે બેંગલુરુના એમ ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા આજની મેચમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતરી છે. 17 જાન્યુઆરી, 2020ના રોજએ ભારતના પૂર્વ સ્પિનર બાપુ નાડકર્ણીનું અવસાન થયું હતું. જેમને શ્રદ્ધાજંલિ આપવા ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. INDvAUS: ભારતીય ટીમ કેમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ? જાણો વિગત બાપુ નાડકર્ણી 86 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. નાડકરણીના જમાઈ વિજય શેખરે પીટીઆઈને કહ્યું, ‘તેમનું ઉમર સંબંધિત પરેશાનીઓને કારણે નિધન થયું.’ નાડકર્ણી ડાબોડી બેટ્સમેન અને સ્પિનર હતા. તેમણે ભારત તરફતી 41 ટેસ્ટ મેચમાં 1414 રન બનાવ્યા અને 88 વિકેટ લીધી હતી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રન આપીને છ વિકેટ રહ્યું. તે મુંબઈના ટોચના ક્રિકેટરોમાં સામેલ હતા. તેમણે 191 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં 500 વિકેટ અને 8880 રન બનાવ્યા હતા. નાસિકમાં જન્મેલા નાડકર્ણીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દિલ્હીમાં 1955માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1968માં એમએકે પટૌડીની આગેવાની હેઠળ રમી હતી. તેમને સળંગ 21 ઓવર મેડન ફેંકવા માટે યાદ રાખવામાં આવે છે. મદ્રાસ (હવે ચેન્નઈ) ટેસ્ટ મેચમાં તેના બોલિંગ આંકડા 32-27-5-0 હતાં. પાકિસ્તાન વિરુદ્ધ 1960-61માં કાનપુરમાં તેમના આંકડા 32-24-23-0 અને દિલ્હીમાં 34-24-24-1 હતાં. સચિન તેંદુલકરે ટ્વીટ કરીને નાડકર્ણીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે,’હું તમારા બોલિંગના રેકોર્ડ સાંભળીને મોટો થયો છું. મારા તરફથી શ્રદ્ધાંજલિ.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget