શોધખોળ કરો
ધોનીનો સીક્રેટ પ્લાન, કહ્યું- ક્રિકેટ નહીં નિવૃત્તિ બાદ કરીશ આ કામ, જાણો વિગત
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ પણ વર્લ્ડકપ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. 38 વર્ષીય ધોનીનો આ અંતિમ ક્રિકેટ વર્લ્ડકપ હોઇ શકે છે.

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019 માટે બુધવારે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ રવાના થશે. વર્લ્ડકપ જીતવા ભારતને મજબૂત દાવેદારો પૈકીનું એક માનવામાં આવે છે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ પણ વર્લ્ડકપ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. 38 વર્ષીય ધોનીનો આ અંતિમ ક્રિકેટ વર્લ્ડકપ હોઇ શકે છે. આ દરમિયાન ધોનીએ તેનો સીક્રેટ પ્લાન શેર કર્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તઇ રહ્યો છે. જેમાં તે તેના શોખ અંગે વાત કરતો નજરે પડે છે. આ વીડિયોમાં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ શું કરશે તેના પરથી પડદો ઉઠાવ્યો છે. વીડિયોમાં ખુદ ધોની પેન્ટિંગની વાત કરતો જોવા મળે છે. તેણે જણાવે છે મને બાળપણની જ પેન્ટિંગ બનાવવાનો શોખ રહ્યો છે. ધોની વીડિયોમાં જણાવે છે કે, હું તમને મારું એક ખાસ સિક્રેટ જણાવા ઈજઈ રહ્યો છું. મને બાળપણથી જ પેન્ટિંગનો શોખ રહ્યો છે. આજે હું તમને મારા કેટલાક પેન્ટિંગ બતાવીશ. આશા રાખું છું કે તમને બધાને મારા પેન્ટિંગ પસંદ આવશે. હું ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ મારો આ શોખ પૂરો કરીશ અને આ માટે સમય આપીશ.
Dhoni retiring ? #WhyDhoniWhy We don't want paint brush in your hand..We want bat and gloves. #WhyDhoniWhy #MSDhoni #Dhoni #MSD #paint pic.twitter.com/ySyJwN74nu
— Jabar Khabar (@JabarKhabar) May 20, 2019
વધુ વાંચો





















