શોધખોળ કરો
વર્લ્ડ કપ 2019: આજે ભારત-શ્રીલંકા વચ્ચે ઔપચારિક મુકાબલો, ટીમમાં થઈ શકે છે ફેરફાર
ભારતે અગાઉથી જ સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે શ્રીલંકાની ટીમ અંતિમ-4ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં આ મેચના પરિણામથી સેમીફાઈનલ પર કોઈ અસર નહીં થાય.
નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2019નો મુકાબલો આજે લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાશે. ભારતે અગાઉથી જ સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે શ્રીલંકાની ટીમ અંતિમ-4ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં આ મેચના પરિણામથી સેમીફાઈનલ પર કોઈ અસર નહીં થાય. જો કે, શ્રીલંકા જીત સાથે વર્લ્ડસ કપમાંથી વિદાય લેવાના મૂડમાં છે.
ભારતની નજર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની રહેશે. જો કે તેના માટે શનિવારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી મેચમાં ઓસ્ટ્રેલિયા હારે તો. ઓસ્ટ્રેલિયા હાલમાં 14 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ભારત 13 પોઈન્ટ સાથે બીજા નંબરે છે.
ટીમ ઈન્ડિયા જો શ્રીલંકા સામે મેચ જીતશે તો તેના 15 પોઈન્ટ થઈ જશે પરંતુ જો ઓસ્ટ્રેલિયા પણ મેચ જીતશે તો તેના 16 પોઈન્ટ થઈ જશે અને તે આ લીગમાં પ્રથમ સ્થાને યથાવત રહેશે.
શ્રીલંકાની મેચ સામે ભારત પ્લેઈંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર કરી શકે છે. બોલિંગમાં ફેરફાર થઈ શકે છે. ગત મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવેલા દિનેશ કાર્તિકના સ્થાન પર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળી શકે છે. જ્યારે વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કર્યો છે.
ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી(કેપ્ટન), જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, રોહિત શર્મા, કુલદીપ યાદવ,
શ્રીલંકાની ટીમ: દિમુથ કરુણારત્ને(કેપ્ટન), અવિશ્કા ફર્નાંડો, લાહિરુ થિરિમાને, એન્જેલો મેથ્યૂસ, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, મિલિંદા શ્રીવર્દના, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, કુશલ પરેરા(વિકેટ કીપર), કુશલ મેન્ડિસ, જેફ્રી વેન્ડરસે, લસિથ મલિંગા, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ.
વર્લ્ડ કપ 2019: સેમીફાઈનલની રેસમાંથી પાકિસ્તાન બહાર, ન્યૂઝીલેંડ થયું ક્વોલીફાઈ
વર્લ્ડકપ દરમિયાન ધોની કેમ અલગ-અલગ સ્પોન્સરવાળી બેટથી રમી રહ્યો છે ? તેના પાછળ છે આ ખાસ કારણ, જાણો
આ દિગ્ગજે ધોનીને આપી સલાહ, કહ્યું- હજુ પણ તમારે બે-ત્રણ વર્ષ ક્રિકેટ રમવી જોઇએ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement