શોધખોળ કરો
Advertisement
World Cup 2019: IND vs SA, મેચ શરૂ થતા પહેલા આવ્યા ખરાબ સમાચાર, જાણો વિગતે
ઇંગ્લેન્ડમાં હાલમાં વરસાદી માહોલ છે અને અહીં વરસાદ લગભગ દરેક મેચમાં પોતાની અસર બતાવી રહ્યું છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા આજે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત સાઉથહેમ્પટનના રોજ બાઉલને મેદાન પર સાઉથ આફ્રિકાની સામે કરશે. વર્લ્ડ રેન્કિંગમાં બીજા નંબરની ટીમ ભારતનો નંબર 3 રેન્કિંગ એટલે કે સાઉ આફ્રિકાની સાથે આ મુકાબલો છે. ટુર્નામેન્ટની શરૂઆ 30મીના રોજ એક સપ્તાહ પહેલાં થઇ ચૂકી છે, પરંતુ ભારતીય ટીમ છઠ્ઠા દિવસે ટુર્નામેન્ટમાં પહેલી મેચ રમશે. જોકે વરસાદ મેચની મચા બગાડી શકે છે.
ઇંગ્લેન્ડમાં હાલમાં વરસાદી માહોલ છે અને અહીં વરસાદ લગભગ દરેક મેચમાં પોતાની અસર બતાવી રહ્યું છે. મંગળવારે પણ ટીમ ઇન્ડિયા પોતાનું પ્રેક્ટિસ સેશન પૂરું કરી શકી ન હતી અને વરસાદે ખેલાડીઓને મેદાનની બહાર જવા માટે મજબૂર કર્યા હતા. જોકે આજે પણ વરસાદ પડવાની સંભાવના નહિંવત છે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે પરંતુ તેની મેચ પર મોટી અસર ન પડવાની આશા છે.
પિચને લઈને જે અહેવાલ આવી રહ્યા છે તે અનુસાર રોજ બાઉલની વિકેટ ભારતીય બેટ્સમેનો પસંદ પડશે. આ પિચ ર બોલ ઝડપથી બેટ પર આવે છે. આવી પિચ શિખર ધવન, રોહિત શર્મા અને કેએલ રાહુલની બેટિંગને ખૂબ અનુકૂળ છે. આ ત્રણેય બેટ્સમેન બેટ પર બોલ આવવા દેવાનું પસંદ કરે છે. એવામાં અહીં બેટ્સમેન પાસે રન બનાવવાની ઘણી તક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement