શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયાએ નવી જર્સી કરી લોન્ચ, જાણો વિગત
ઓસ્ટ્રેલિયા હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, નવી જર્સીને ASICS બ્રાંડે બનાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશા નવા પ્રકારની જર્સી પહેરવા માટે જાણીતી છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપ 2019ને લઈ નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી. 2015ના વર્લ્ડકપની વિજેતા ઓસ્ટ્રેલિયા નવી જર્સી હાલની જર્સીના તુલનામાં ઘણી બદલાઇ ગઇ છે. પીળા કલરની જર્સીમાં હવે લીલો રંગ પણ ઉમેરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનો ફોટો નવી જર્સી સાથે જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડકપને લઇ ટીમની જાહેરાત પણ થોડા જ દિવસોમાં કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાની નવી જર્સીને ASICS બ્રાંડે બનાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશા નવા પ્રકારની જર્સી પહેરવા માટે જાણીતી છે. ઓસ્ટ્રેલિયા પહેલા ભારતે પણ વર્લ્ડ કપને લઇ નવી જર્સી લોન્ચ કરી હતી.
ઓસ્ટ્રેલિયા હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, આ ઉપરાંત તેઓ 1987, 1999, 2003, 2007 એમ કુલ 5 વખત વર્લ્ડકપ વિજેતા રહી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં વન ડે શ્રેણીમાં પાકિસ્તાનને 5-0થી અને ભારતને ઘર આંગણે 3-2થી હાર આપી હતી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં 1 જૂને અફઘાનિસ્તાન સામેની મેચથી અભિયાનનો પ્રારંભ કરશે.Introducing the new shirt to take on the worlds best! The countdown is on for the World Cup! https://t.co/qIL117ecce #ReachTheUnreachable #MoveAsOne @CricketAus @Gmaxi_32 pic.twitter.com/fj2ZqoD6oY
— ASICS Australia (@ASICSaustralia) April 9, 2019
સુપ્રીમ કોર્ટનો PM મોદીની બાયોપિક પર રોક લગાવવાનો ઇન્કાર, જાણો શું કહ્યું
'સરકાર ભાજપની ને ગાળો રાહુલ ગાંધીને દેવાની', જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion