શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું, જાણો વિગત
પાકિસ્તાન સામે સદી ફટકારવાની સાથે જ રોહિત શર્મા ભારત તરફથી સતત બે ઈનિંગમાં પાકિસ્તાન સામે સદી ફટકારનો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.
માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં 22મો મુકાબલો એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વરસાદના કારણે મેચ અટકી ત્યારે ટીમ ઈન્ડિયાએ 46.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 305 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 71 અને વિજય શંકર 3 રને રમતમાં છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઇજાગ્રસ્ત થયેલા શિખર ધવનના સ્થાને ઓપનિંગમાં આવેલા લોકેશ રાહુલે રોહિત શર્મા સાથે મળીને 23.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ભારતનો પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ છે. લોકેશ રાહુલ 57 રન બનાવી વહાબ રિયાઝની ઓવરમાં આઉટ થતાં ભારતને પ્રથમ ફટકો લાગ્યો હતો. રોહિત શર્માએ 113 બોલમાં શાનદાર 140 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે અનેક રેકોર્ડ પણ બનાવ્યા હતા.
પાકિસ્તાન સામે સદી ફટકારવાની સાથે જ રોહિત શર્મા ભારત તરફથી સતત બે ઈનિંગમાં પાકિસ્તાન સામે સદી ફટકારનો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. 1978થી વન ડે ક્રિકેટમાં ભારત-પાકિસ્તાનની ટકકર થતી આવી છે. પરંતુ કોઈ ભારતીય બેટ્સમેન સતત બે મચેમાં પાક. સામે બે સદી ફટકારી શક્યા નથી. આ પહેલા રોહિત ગત વર્ષે એશિયા કપમાં 111 રનની ઈનિંગ રમી હતી.
રોહિત શર્મા ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનારો ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ 140 રનની ઈનિંગ દરમિયાન 3 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે રોહિતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 358 છગ્ગા થઈ ગયા છે. આ પહેલા રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી રમતા 355 છગ્ગા માર્યા છે.100 for Rohit Sharma! His second in just three #CWC19 innings 💪 #CWC19 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/KKMq1Ft1MG
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
રોહિતે વર્તમાન વર્લ્ડકપમાં બીજી સદી, જ્યારે વન ડે કરિયરની 24મી સદી ફટકારી હતી. વર્લ્ડકપ 2019: ભારતીય ઓપનરોએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત વર્લ્ડકપ 2019 INDv PAK: હાથમાં દાંડિયા અને કેડિયું પહેરી મેચ નીહાળવા ઉમટ્યા ગુજરાતીઓ, જુઓ તસવીર વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાનની મેચ નિહાળવા કયો બોલીવુડ એક્ટર પહોંચ્યો, જાણો વિગત💯 Back to back centuries for HITMAN. What a player 🇮🇳💪👏 pic.twitter.com/pOh7HVbibi
— BCCI (@BCCI) June 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement