શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા – શિખર ધવનની જોડીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
વર્લ્ડકપ 2019નો 14મો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાઈ રહ્યો છે. ધવન અને રોહિતની જોડીએ પ્રથમ વિકેટ માટે 127 રનની પાર્ટનરશિપ કરી હતી.
ઓવલઃ વર્લ્ડકપ 2019નો 14મો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાઈ રહ્યો છે. ધવન અને રોહિતની જોડીએ પ્રથમ વિકેટ માટે 127 રનની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન બંનેએ કેટલાક ખાસ રેકોર્ડ બનાવ્યા હતા.
રોહિત શર્મા-શિખર ધવનની જોડીએ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ધમાલ મચાવતાં પ્રથમ વિકેટ માટે બીજી સર્વોચ્ચ પાર્ટનરશિપ કરી હતી. બંનેની જોડીએ પ્રથમ વિકેટ માટે 22.3 ઓવરમાં 127 ઉમેર્યા હતા. પ્રથમ નંબર સાઉથ આફ્રિકાના સ્મિથ અને ડી વિલિયર્સની જોડી છે. 2007ના વર્લ્ડકપમાં આ ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયા સામે 160ની પાર્ટનરશિપ કરી હતી. આ રેકોર્ડ હજુ સુધી કોઇ તોડી શક્યું નથી.
ICC વન ડે ટુર્નામેન્ટમાં રોહિત શર્મા-શિખર ધવનની જોડીએ છઠ્ઠી વખત 100 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરીને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ-મેથ્યૂ હેડનની જોડીની બરાબરી કરી. શ્રીલંકાના તિલકરત્ને દિલશાન-કુમાર સંગાકારની જોડી 5 વખત અને સાઉથ આફ્રિકાના ગિબ્સ અને ક્રિસ્ટનની જોડીએ 4 વખત આ પરાક્રમ કર્યું છે.
વન ડેમાં રોહિત શર્મા અને શિખર ધવને 16મી વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી. સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડીએ 21 વખત આ પરાક્રમ કર્યું છે. જે એક રેકોર્ડ છે. ઓસ્ટ્રેલિયાના ગિલક્રિસ્ટ અને હેડનની જોડી પણ 16 વખત વન ડેમાં આ કારનામું કરી ચુક્યા છે.
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 2000 રન નોંધાવ્યા. રોહિતે આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે 37મી ઈનિંગમાં બનાવ્યો હતો. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 40મી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 2000 રન પૂરા કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં સૌથી વધારે રન બનાવવામાં સચિન તેંડુલકર મોખરે છે. તેણે 44.59ની સરેરાશથી 3077 રન બનાવ્યા છે.
વર્લ્ડકપ 2019: કોહલીનું માસ્ક પહેરીને મેચ જોવા પહોંચ્યા ભારતીય ફેન્સ, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
અમદાવાદ
Advertisement