શોધખોળ કરો
Advertisement
યુવરાજે ક્યા યુવા ક્રિકેટરને ગણાવ્યો ભારતીય ક્રિકેટનો ભાવિ યુવરાજ અને કેમ?
યુવરાજ સિંહે પોતાના રિટાયરમેન્ટની જાહેરાત દરમિયાન ભારતીય ટીમનો આગામી યુવરાજ સિંહ કોણ હશે તેનો ખુલાસો કર્યો હતો. યુવીને જ્યારે પુછવામાં આવ્યું કે, ભારતીય ટીમનો આગામી યુવરાજ સિંહ કોણ હશે?
મુંબઈ: આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહેનારો બેટ્સમેન યુવરાજ સિંહ હવે ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે નહીં. યુવીએ ટીમ ઈન્ડિયા માટે જે કર્યું તેને ભાગ્યે જ ભારતીય ફેન્સ ભૂલી શકશે. પોતાના ક્રિકેટ કારર્કિદીમાં યુવરાજે ભારતને જે ખુશીઓ આપી છે હવે તે ઈતિહાસ બની ગઈ છે. જોકે યુવી દરેક ક્રિકેટ ફેન્સનાં દિલમાં રહેશે.
યુવી પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા સમયે દુ:ખી જોવા મળ્યો હતો. કારણ કે તેને લાંબા સમયથી તક મળી નહોતી. તેણે કહ્યું હતું કે, મેં ગત આઈપીએલ દરમિયાન વિચારી લીધું હતું કે એક વર્ષ બાદ ક્રિકેટ કેરિયરનો નિર્ણય લેશે અને આ જ કર્યું.
યુવીનાં રિટાયરમેન્ટની સાથે ક્રિકેટનાં એક યુગનો અંત થઈ ગયો છે. સત્ય એ છે કે ભારતીય ટીમને યુવી જેવો ખેલાડી હજી સુધી મળ્યો નથી. યુવરાજ સિંહે પોતાના રિટાયરમેન્ટની જાહેરાત દરમિયાન ભારતીય ટીમનો આગામી યુવરાજ સિંહ કોણ હશે તેનો ખુલાસો કર્યો હતો. યુવીને જ્યારે પુછવામાં આવ્યું કે, ભારતીય ટીમનો આગામી યુવરાજ સિંહ કોણ હશે? તો તેના વિશે યુવરાજે કહ્યું કે, આમ તો ઘણાં બેટ્સમેન છે પરંતુ જેમાં મને મારી ઝલક જોવા મળે છે અથવા એમ કહું કે મારાથી પણ વધારે સારું રમે છે તે રૂષભ પંત છે.
રૂષભ પંતે ટેસ્ટમાં 2 સદી ફટકારી છે અને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે પોતાને સાબિત કર્યો છે. જ્યારે તે છગ્ગો ફટકારે છે ત્યારે મને મારી યાદ આવે છે. મને લાગે છે કે તેનામાં ઘણી ક્ષમતા છે અને તે ભારતનો આગામી સ્ટાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement