શોધખોળ કરો
Advertisement
'પાકિસ્તાનના કૉચ ના બનાય, ત્યાંના પૂર્વ ક્રિકેટરો છે ગદ્દાર', કયા વિદેશી ક્રિકેટરે કાઢ્યો પાક પર ગુસ્સો
પૂર્વ બેટિંગ કૉચે કહ્યું કે, ત્યાં પૂર્વ ક્રિકેટરો ગદ્દાર છે, અહીં પત્રકારો અને પીસીબી પણ રાજનીતિમાં સામેલ છે
નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલમાં ખાડે ગઇ છે, વર્લ્ડકપમાંથી બહાર ફેંકાયા બાદ પોતાના જ દેશમાં ટીમ પર ગાળો વરસી રહી છે. હવે આ મામલે પૂર્વ કૉચ ગ્રાન્ટ ફ્લાવર પણ કુદી પડ્યા છે. પાંચ વર્ષ સુધી પાકિસ્તાની ક્રિકેટ ટીમના બેટિંગ કૉચ રહી ચૂકેલા ગ્રાન્ટ ફ્લાવરે પાક ક્રિકેટને લઇને મોટો ખુલાસો કર્યો છે.
પૂર્વ ઝિમ્બાબ્વીયન ક્રિકેટર ગ્રાન્ટ ફ્લાવરે પાકિસ્તાની ક્રિકેટને લઇને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ત્યાં આઝાદીની કમી છે, કૉચ ના બનાય. એક સ્પોર્ટ્સ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ફ્લાવરે કહ્યું કે પાકિસ્તાનમાં ક્રિકેટમાં રાજનીતિ વધુ પડતી છે.
પૂર્વ બેટિંગ કૉચે કહ્યું કે, ત્યાં પૂર્વ ક્રિકેટરો ગદ્દાર છે, અહીં પત્રકારો અને પીસીબી પણ રાજનીતિમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, 2014થી ગ્રાન્ટ ફ્લાવર પાકિસ્તાની ટીમના બેટિંગ કૉચ રહ્યાં હતા, જોકે, બાદમાં તેમનો કૉન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો ન હતો. 2017ની ચેમ્પિયન ટ્રૉફીમાં પાકિસ્તાને ભારતને માત આપી ત્યારે પણ ગ્રાન્ટ ફ્લાવર પાકિસ્તાની ટીમના સદસ્ય હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement