શોધખોળ કરો
બારડોલીઃ દિયર-ભાભી વચ્ચે બંધાયો પ્રેમસંબંધ, પરિવારને ખબર પડી જતાં શું આવ્યો અંજામ?
1/4

માંડવીના આમલી ગામે નિશાળ ફળિયામાં રહેતા સુરેશ ગુલસિંગભાઈ વસાવા (29) ખેતીકામ કરે છે. તેમને ત્રણેક વર્ષ પહેલા કાકાના દીકરા દિલીપભાઈ લક્ષ્મણભાઇ વસાવાની 30 વર્ષીય પત્ની દક્ષાબેન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સુરેશ વસાવા અપરણીત છે, જ્યારે દક્ષાબેન વસાવાના લગ્નને દસ વર્ષ થયા છે અને તેમને બે સંતાનો પણ છે.
2/4

આ બંનેના પ્રેમસંબંધ અંગે પરિવારને જાણ થતાં ઝઘડો પણ થયો હતો. આ મામલો બે વાર પોલીસ મથકે પણ પહોંચ્યો છે. જોકે, આ સમયે સમાધાન થઈ ગયું હતું. પરંતુ બંનેના પ્રેમસંબંધ ચાલું જ હતું. પરંતુ બંનેને એક નહીં થઈ શકે તેવું લાગતાં શનિવારે સાંજે કેવડીડેમના પાણીના કિનારે ધાવડાના ઝાડની ડાળી સાથે ઓઢણીના બંને છેડાએ એકબીજાને ગાળિયો આપી આત્મહત્યા કરી હતી.
Published at : 18 Jun 2018 05:38 PM (IST)
Tags :
Couple SuicideView More





















