શોધખોળ કરો
સુરતઃ ગુપ્તાંગ પર રિંગ અને અડધા ઉતરેલા પેન્ટ સાથે મળી યુવકની લાશ............
1/3

રાજુ બે વર્ષ અગાઉ રોજીરોટી માટે વતન ઉત્તરપ્રદેશના ચિત્રકુટથી સુરત આવ્યો હતો અને ફર્નિચરનું કામ કરતો હતો. તેના ૪ ભાઇ અને ૨ બહેન છે. તેના પિતા વતનમાં ખેતીકામ કરે છે. ગઇકાલે સાંજે રાજુ ઘરે એવું કહીને ગયો હતો કે હું પાંડેસરાના કૈલાસનગરના જીમ જાઉં છું. બાદમાં બીજી સવાર સુધી ઘરે નહીં આવતા તેના પરિવારના સભ્યો તથા મિત્રોએ શોધખોળ કરતા સિવિલમાં જઇ તેની ઓળખ કરી હતી. રાજુનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરનાર તબીબે કહ્યું કે, તેના ગળા પર દબાણ આવવાથી મોત થયું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું કે, તેના ગુપ્તાંગ પર રીંગ મળી આવી હતી અને પેન્ટ થોડું ઉતરેલું હતું.
2/3

મળતી માહિતી મુજબ પાંડેસરા સ્થિત સગુન રેસીડન્સી પાસે ખુલ્લા પ્લોટમાં ઝાડી-ઝાંખરીના કાદવ-કીચડમાંથી ૨૦થી ૨૫ વર્ષીય એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેના ગળામાં કાળારંગનો પટ્ટો મળ્યો હતો. તેને ગળે ટૂંપો આપી તેની હત્યા કરવામાં આવી હતી. તેના ગુપ્તાંગ પર રીંગ ફસાવેલી હતી અને તેના જમણા હાથમાં રાજુ વિશ્વમ લખ્યું છે. તેણે બ્લ્યુ જીન્સ અને લીલા રંગની ટી શર્ટ પહેરેલી છે. પોલીસ તપાસમાં યુવકનું નામ રાજુ શિવશંકર વિશ્વકર્મા (ઉ.વ. ૨૧, રહે. આકાશગંગાનગર, બમરોલી, પાંડેસરા) ખુલ્લું છે.
Published at : 23 Jul 2018 10:25 AM (IST)
View More





















