શોધખોળ કરો
95 લાખની ડીલ કર્યા બાદ સુરતના ગાયબ થયેલ હીરા વેપારી રાજસ્થાનનથી મળી આવ્યો
1/5

પ્રજાપતિએ પોલીસને જણાવ્યું કે ત્યાર બાદ તેઓઓ કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં તેમને દરરોજના 200 રૂપિયા મળતા. ઉલ્લેખનીય છે કે, પ્રજાપતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ તમામ રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં તેના પોસ્ટર લાગ્યા હતા. ત્યાર બાદ એક વ્યક્તિએ આ પોસ્ટરને આધારે પ્રજાપતિની ઓળખ કરી હતી અને તેની જાણકારી દહિસર પોલીસને આપી હતી.
2/5

પ્રજાપતિના જણાવ્યા અનુસાર તે સૌ પ્રથમ અમદાવાદ આવ્યા હતા. તેમના જણાવ્યાનુસાર તેને કોઈ દવા આપી હોય તેવું તેમને લાગે છે. જેના કારણે તેઓ ઘણાં દિવસ સુધી રૂપિયા વગર આમ તેમ ફરતા રહ્યા હતા. જોકે પ્રજાપતિ એ પણ જણાવ્યું હતું કે તે અમદાવાદ આવ્યા ત્યારે કોઈ વ્યક્તિ સાથે ટ્રેનમાં તેણે વાત કરી હતી પરંતુ તેનાથી આગળ કંઈ તેમને યાદ ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ રેલવે સ્ટેશન એક બાબાએ તેની સાથે વાત કરી હોવાનું દહિસર પોલીસે જણાવ્યું છે. પોલિસના જણાવ્યા અનુસાર બાબાને પ્રજાપિત રાજસ્થાનના હોવાનું લાગ્યે જેને કારણે બાબાએ પ્રજાપતિને જાલોર જિલ્લામાં જતી ટ્રેનમાં બેસાડી દીધા. ત્યાર બાદ તે રાનીવારા જઈ પહોંચ્યા જ્યાં મંદિરમાંથી આપવામાં આવતા ભોજન પર તેમણે દિવસો પસાર કર્યા.
Published at : 11 Oct 2016 11:00 AM (IST)
View More





















