સળગાવ્યા પછી યુવતી નહેરમાં ડૂબવા લાગતાં તેણે ક્રિષ્ણાએ બહાર કાઢી હતી અને તેની સામે કેસ કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેને અર્ધનગ્ન હાલતમાં વેડરોડ પર નાંખીને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે એકતરફી પ્રેમમાં પાગલ ક્રિષ્ણા તેને છેલ્લા બે વર્ષથી પરેશાન કરતો હતો. યુવતીએ ક્રિષ્ણા સામે બે વાર પોલીસને અરજી પણ આપી છે.
2/4
મળતી માહિતી પ્રમાણે આ યુવતી કેટરર્સ તરીકે કામ કરે છે. ગઈ કાલે બુધવારે રાતે વેડ રોડ વિસ્તારમાં આવેલી રૂપમ સોસાયટીમાં રહેતી પોતાની ફ્રેન્ડના ઘરે ગઈ હતી અને ત્યાં જ રાતે રોકાઇ હતી. ત્યારે મોડી રાતે ક્રિષ્ણા નામનો યુવક તેના મિત્રો સાથે બે બાઇક પર આવ્યો હતો અને યુવતીને બાઇક પર બળજબરીથી બેસાડીને લઈ ગયો હતો. વરીયાવના જંગલમાં લઈ જઈને પહેલા યુવતીને માર માર્યો હતો અને આ પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
3/4
યુવતીનું અપહરણ કરીને તેઓ જંગલમાં લઈ ગયા હતા. જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતીને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. જોકે, યુવતી જીવ બચાવવા નહેરમાં કૂદી ગઈ હતી. યુવતી સળગેલી હાલતમાં જ ઘરે પહોંચતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અત્યારે યુવતીને અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
4/4
સુરતઃ યુવતીને એકતરફી પ્રેમ કરતાં પ્રેમીએ પોતાની જ પ્રેમિકાનું અપહરણ કરીને પોતાના મિત્રો અને તેને બળાત્કાર ગુજારીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વેડ રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે વેડ રોડ વિસ્તારમાં યુવતીનું તેના જ એક તરફી પ્રેમી અને મિત્રોએ અપહણ કર્યું હતું. આ પછી તેના પર તમામે ગેંગ રેપ કર્યો હતો. એટલું જ નહીં, બળાત્કાર પછી યુવતીને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.