સુરતઃ શહેરના ડુમસ વિસ્તારમાં લિવ-ઇન પાર્ટનર દ્વારા યુવતીની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકને પ્રેમિકાને અન્ય સાથે સંબંધ હોવાની શંકાથી હત્યા કરી નાંખી હતી. છેલ્લા દસ દિવસથી પ્રેમી-પ્રેમિકા વચ્ચે ઝઘડો ચાલું હતો. જેમાં યુવતીની હત્યા થઈ ગઈ છે.
2/3
3/3
આ અંગેની વિગતો એવી છે કે, ડુમસના ગાવિયરમાં કુસુમ પટેલ પતિને છોડીને પ્રેમી મીરેશ બાબાર ચૌધરી સાથે લિવ-ઇનમાં રહેતી હતી. કુસુમ સાથે પ્રેમસંબંધ બંધાતા મીરેશે પણ પત્નીને છોડી દીધી હતી. મીરેશ લાકડાની વખારમાં મજૂરી કામ કરે છે. જોકે, છેલ્લા દસ દિવસથી કુસુમ અને મીરેશ વચ્ચે ઝઘડો ચાલું હતો. કુસુમને અન્ય સાથે પણ લફરું હોવાની મીરેશને શંકા હતી.