બારડોલીઃ અકોટીમાં લગ્નવગર જ સંબંધ બાંધતાં યુવતી માતા બનતાં યુગલ સાથે રહેવા લાગ્યું હતું. જોકે, પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા પછી યુવકના મનમાં શંકાનો એવો કીડો જન્મ્યો કે તેણે આ શંકામાં પત્નીની હત્યા કરી નાંખી. હત્યાને યુવકે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે ભેદ ઉકેલી નાંખતાં હાલ યુવક જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે.
2/6
જોકે, લતાનું પીએમ કરાતાં બકુલનો ભાંડો ફૂટી ગયો હતો. બારડોલી પોલીસે સમયસૂચકતા વાપરી હત્યારા બકુલ હળપતિને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જોકે, આને કારણે માસૂમ બાળક રઝળી પડ્યું છે.
3/6
બકુલના હુમલાના કારણે લતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ પછી બકુલે લતાના શરીર પરથી લોહી સાફ કરી મોઢામાં જંતુનાશક દવા રેડી આત્મહત્યા કરી હોય તેવું દ્રશ્ય ઉભું કર્યું હતું. સવારે પોલીસને જાણ કરતાં પોલીસે આત્મહત્યા કરી હોવાનું માની આ દિશામાં તપાસ શરૂ કરી હતી.
4/6
આ અંગેની વિગતો એવી છે કે, અકોટીના વાડી ફળિયામાં રહેતા બકુલ બાલુ હળપતિ(ઉ.વ.35) અને લતા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં તેમણે તેમામ હદ વટાવી દીધી હતી. બકુલ સાથેના શારીરિક સંબંધને કારણે લતા એખ બાળકની માતા પણ બની ગઈ હતી.
5/6
વગર લગ્ને જ લતા માતા બની ગયા પછી બકુલ અને લતા છેલ્લા ત્રણ મહિનાથી સાથે રહેવા લાગ્યા હતા. લતાના અગાઉ પણ એક લગ્ન થયેલા છે. તે છૂટાછેડા પછી બકુલ સાથે રહેવા લાગી હતી. જોકે, બંને સાથે રહેવા લાગ્યા પછી બકુલ તેના પર શંકા કરતો હતો.
6/6
બકુલ લતા પર લગ્નેત્તર સંબંધનો વહેમ રાખી મારઝૂડ પણ કરતો હતો. જેને લઈને બંને વચ્ચે ઝઘડા પણ થતાં હતા. ત્યારે ગત ચોથી જૂને રાતે બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતાં બકુલે લતાના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારતાં તે ત્યાં જ ઢળી પડી હતી.