ફરિયાદમાં પીડિતાએ કહ્યુ કે, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મારા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. અને 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. હાલમાં પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મયંક ઉર્ફ ચીકનાની શોધખોળ હાથ ધરી હતી.
2/3
મળતી વિગતો અનુસાર, વાપીના અમિત ઉર્ફ નરેન્દ્ર સુભાષ તિવારી અને મયંક ઉર્ફ ચીકનાએ વાપીના કસ્ટમ રોડ પર આવેલા જગનપાર્ક બંગલા નંબર બી-7 ખાતે રહેતી મુસ્લિમ મહિલાનો સંપર્ક કરી તેણીના પતિના ગોરખધંધાની માહિતી આપવાનું કહ્યુ હતું. તેને એક બિલ્ડિંગમાં લઇ જઇને તેના પર રેપ ગુજાર્યો હતો. જ્યાં તે બંન્ને યુવકોએ રેપનો વીડિયો બનાવી લીધો હતો.
3/3
સુરતઃ વાપીમાં પતિના ગોરખધંધાની માહિતી આપવાના બહાને એક યુવતીને બોલાવી બે યુવકો દ્ધારા તેના પર રેપ ગુજારવાની ફરિયાદ નોંધવામાં આવી છે. યુવકોએ યુવતી પર રેપ ગુજારી તેનો વીડિયો બનાવી લીધો હતો અને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. એટલુ જ નહીં તે યુવતી પાસેથી તે યુવકોએ ર લાખ રૂપિયા પડાવી લીધાની વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં એક યુવકની ધરપકડ કરી હતી.