આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નિવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા. બુધવારે મૃતહેદ મળ્યા બાદ સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં માસૂમ નિવના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું હતું.
2/5
પોલીસ હવે એફ.એસ.એલની મદદથી નિશિતનું નાર્કો ટેસ્ટ પણ કરશે અને પોલિગ્રાફી તેમજ નાર્કો ટેસ્ટના રિપોર્ટ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરશે. શુક્રવારના રોજ નિશીતનો નાર્કો ટેસ્ટ થાય તેવી શક્યતા છે.
3/5
સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા પોલીસે 8 પ્રશ્નો તૈયાર કર્યા હતા. જેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધ તેમજ હત્યા અંગેનું કારણ અને ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગેના પ્રશ્નો હોવાનું જાણવા મળ્યું છે.
4/5
આ અંગે મળતી માહિતી અનુસાર માસૂમ નીવ હત્યા પ્રકરણમાં પિતા નિશિતને નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર ખાતે લઈ જવાયો છે. જ્યાં તેની ઉપર ટેસ્ટ અંગેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
5/5
બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે નિષ્ઠુર બનેલા બાપે અઢી વર્ષના બાળકને મીંઢોળા નદીમાં જીવતો ફેંકી દેવાની ઘટનામાં હત્યારા નિશિતને નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે. જ્યાં પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવલીના 8 પ્રશ્નો અધિકારીઓએ પૂછ્યાં હતાં. હવે શુક્રવારના રોજ નિશિતના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.