શોધખોળ કરો
સુરતઃ દારૂ પીને કોર્પોરેશનની બસ ચલાવતાં ડ્રાઇવરે સર્જ્યો અકસ્માત, બસમાંથી મળ્યો દારૂ
1/3

સુરતઃ મનપાની બસ દ્વારા આજે વધુ એક અકસ્માત કરવામાં આવ્યો છે. બસના ડ્રાઇવરે દારૂ પીને બસ ચલાવતા આ અકસ્માત સર્જાયો હતો. ડુમસ ખાતે બસ બાંકડા સાથે અથડાઇ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
2/3

અકસ્માત પછી ડુમસ પોલીસે બસમાં તપાસ કરતાં બસમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. એટલું જ નહીં, ડ્રાઇવર પણ પીધેલી હાલતમાં મળી આવતાં તેની અટકાયત કરી સિવિલ ખાતે મેડિકલ પરીક્ષણ માટે મોકલી અપાય છે. છેલ્લા 10 દિવસમાં પાંચ અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.
Published at : 05 Feb 2019 08:11 AM (IST)
View More





















