ઘરમાંથી પોલીસને પાર્થે લખેલી સૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે ‘મારૂ માનસિક સંતુલન બરાબર નથી મને ખરાબ વિચારો આવે છે એટલે આપઘાત કરૂ છું’ તેવું લખેલું હતું. બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
3/6
4/6
આ અંગેની વિગતો એવી છે કે, તુલસી રેસીડન્સી ખાતે રહેતા અને ભગવાન મહાવીર કોલેજમાં એમબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં પાર્થ માવાનીએ બુધવારે ડિપ્રેશનમાં આપઘાત કર્યો છે. તેના પિતા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
5/6
પાર્થ છેલ્લા ચારેક મહિનાથી ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. બુધવારે મળસ્કે ચાર વાગ્યાના અરસામાં પાર્થ એપાર્ટમેન્ટના ટેરેસ પર ગયો હતો અને ત્યાંથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો.
6/6
સુરતઃ ચોક બજાર નાની વેડ વિસ્તારમાં MBAના વિદ્યાર્થીએ બિલ્ડિંગના નવમાં માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એટલું જ નહીં, સૂસાઇડ કરતાં પહેલા તેણે એક નોટ લખી હતી, જેમાં તેણે આપઘાતનું કારણ જણાવ્યું છે.