શોધખોળ કરો
સુરત: સ્વામિનારાયણ મંદિરમાં જઈને યુવતી સહિત કોણે-કોણે સાધુને ફટકાર્યો, જાણો વિગત

1/6

ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, આ લોકો અગાઉ ઘટનાને સગેવગે કરવા માટે રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ ના પાડવામાં આવતાં હુમલો કરવામાં આવ્યો હતો. આ સીસીટીવીના આધારે આગામી સમયમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.
2/6

ટ્રસ્ટીઓ દ્વારા બે સીસીટીવી જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં એક સીસીટીવી એન્ટ્રી ગેટનો છે જેમાં મહિલા તેની માતા અને અન્ય બે લોકો મંદિરમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય નવ મીનિટના સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, ફરિયાદ કરનાર મહિલાની માતા અને અન્ય બે પુરૂષો દ્વારા સાધુ કારણસ્વરૂપ પર હુમલો કરવામાં આવે છે. ફટકા દ્વારા મહિલા માર મારે છે. જ્યારે પુરૂષો દ્વારા હાથથી માર મારવામાં આવી રહ્યો છે.
3/6

કતારગામ પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી તો તે ડુપ્લિકેટ પોલીસ નીકળ્યો હતો. જ્યારે આ બાબતે કતારગામના પોલીસ ઈન્સ્પેક્ટર સમીર જોશીનો સંપર્ક કર્યો હતો તો તેમણે કહ્યું હતું કે, પોલીસ કોઈની પણ પૂછપરછ કરી રહી નથી. અમારી કસ્ટડીમાં કોઈ નથી. વીડિયો અંગેની વાત પણ સાંભળી છે પરંતુ મળ્યો નથી.
4/6

મંદરિ પરિસરમાં જ તેમણે સાધુને માર માર્યો હતો. પોલીસ બનીને આવેલા યુવાને સાધુને ધમકી આપતા કહ્યું હતું કે, પતાવટ કરો નહીંતર મંદિર બદનામ થઈ જશે. આ અંગેનો વીડિયો પણ અમે પોલીસને આપ્યો છે. પોલીસની ઓળખ આપનારી વ્યક્તિએ દૂરથી પોતાનું ઓળખકાર્ડ પણ બતાવ્યું હતું.
5/6

એટલું જ નહીં પણ પોલીસની ઓળખ આપનારી વ્યક્તિએ એવી પણ ધમકી આપી હતી કે, ‘પતાવટ કરો નહીંતર મંદિર બદનામ થઈ જશે’. કતારગામ પોલીસ મથકમાં 20 વર્ષીય એક યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ કારણસ્વરૂપદાસજી ઉર્ફે નિકુંજ બાબુ સવાણીએ 15 દિવસમાં બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. ટ્રસ્ટી શામજીભાઈ વાનાણીએ કહ્યું હતું કે, યુવતી તેની માતા અને પોલીસની ઓળખ આપી એક યુવાન મંદિર પરિસરમાં આવ્યા હતા.
6/6

સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ પર બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સત્સંગ મંડળના કેટલાંક આગેવાનોએ ગુરુવારે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી અને એવી વાત કરી હતી કે યુવતી, યુવતીની માતા અને એક પોલીસની ઓળખ આપનારો અજાણ્યો યુવાન મંદિરમાં આવી સાધુને માર મારી ગયા હતા. આ ઘટનામાં રોજ નવો વળાંક આવી રહ્યો છે.
Published at : 26 Oct 2018 09:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
