શોધખોળ કરો
મૃત્યુ પહેલાં યુવતીએ પોલીસને કહ્યું, 'દિયર મારી છાતી દબાવતો, પ્રેગ્નન્ટ હોવાં છતાં પતિ પેટમાં લાત મારતો'
1/3

સુરતઃ લિંબાયતની એક યુવતીએ પતિ અને દિયરના ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાન કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરિણીત યુવતીએ કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધાં હતાં. યુવતીએ ડાઇંગ ડિક્લેરેશનમાં જણાવ્યું હતું કે, હું ગર્ભવતી હોવા છતાં મારો પતિ મારા પેટમાં લાત મારતો હતો. એટલું જ નહીં, તે દહેજની માગણી પણ કરતો હતો. યુવતીએ એવી કેફિયત આપી હતી કે, તેનો દિયર પણ તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેની છાતી દબાવતો હતો.
2/3

દહેજ ન મળતાં સંદીપ ધમકી આપતો કે તને બોમ્બે રેલવે ટ્રેક પર ફેકાવી દઈશ. ડાઇંગ ડિક્લેરેશનમાં પૂજાએ તેમની સાસરીવાળા ન છોડવા વિનંતી કરી હતી. તેણે એવી પણ કેફિયત આપી હતી કે, તેઓને તેની કોઈ જ પરવા નહોતી. પૂજાએ પતિ સંદીપ સહિત દિયર મનોહર ઉર્ફે બંટી, સસરો ઈશ્વર અને સાસુ રેખા પણ માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું.
Published at : 20 Sep 2016 04:01 PM (IST)
View More





















