જો કે આ ઘટનામાં લૂંટારૂઓએ માત્ર પતિ પત્નીના સોનાના દાગીનાની જ લૂંટ ચલાવી હતી તેનાથી પોલીસ આશ્ચર્યમાં પડી છે. ઘરમાં બીજી પણ કિંમતી ચીજવસ્તુઓ હતી અને વધુ લૂંટ ચલાવી શકે તેમ હતાં છતાં નજીવી લૂંટ બાદ હત્યા કરતાં લૂંટારા હત્યાના ઈરાદે જ આવ્યા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
7/13
દિશીતનાં લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલાં વેલ્સી સાથે થયા હતાં. દિશીત વેલ્સીને દોઢ વર્ષની દીકરી પીયોના પણ છે. લુમ્સનું કારખાનું ચલાવતો દિશીત સુખી સંપન્ન હતો. સર્જન સોસાયટીમાં અત્યંત સુખીસંપન્ન પરિવારો જ રહે છે તેના પરથી જ પરિવારની સમૃધ્ધિનો ખ્યાલ આવે.
8/13
લૂંટારા પોતાની સાથે મરચાની ભુકી લઈને આવ્યાં હતાં પરંતુ લૂંટ કે હત્યામાં મરચાની ભુકીનો ઉપયોગ કરવાની જરૂર જણાઈ નહોતી તેથી જતી વખતે બાથરૂમમાં ફેંકીને જતાં રહ્યાં હતાં. લૂંટારૂઓએ બંગલામાં જતી વખતે ચહેરા પર બુકાની બાંધી હોવાનું જાણવા મળ્યું હતું.
9/13
દિશીત જરીવાલાનો પરિવાર વિદેશ ફરવા ગયો છે. આ વાતની હત્યારાઓને જાણ હતી તે સ્પષ્ટ છે. દિશીત ક્યારે ઘરે આવે છે અને જાય છે તે અંગે સમગ્ર જાણકારી મેળવીને લૂંટ ચલાવી હત્યા કરી હોઈ આ કોઈ જાણભેદુનું કામ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
10/13
દિશીતની હત્યા બાદ બાથરૂમમાં બંધ પત્નીએ કાચ તોડીને બુમાબુમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી તપાસતાં ખબર પડી હતી કે સાડા નવ વાગ્યાની આસપાસ લૂંટારૂઓ રિક્ષામાં આવીને પાછા ગયા હતાં. એ પછી ફરી દસ વાગે આવ્યા હતા.
11/13
લૂંટ બાદ લૂંટારૂઓએ દિશીતને ધક્કો મારીને બેડ પર પાડી દીધો હતો. અને માથાથી લઈ છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારોના 8 ઘા મારીને કરપીણ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ દિશીતની કાર લઈને ભાગેલા લૂંટારૂઓએ 300 ફૂટ દૂર મલ્હાર એપાર્ટમેન્ટ સામે કાર છોડીને જતાં રહ્યાં હતાં.
12/13
આ ઘટનામાં ત્રણ લૂંટારૂએ બંગલાની ડોરબેલ વગાડતાં દિશીત બહાર આવ્યો હતો. તેના ગળા પર ચપ્પુ મૂકી લૂંટારૂં તેને ઉપર લઈ ગયા હતા. ત્યાં તેની પત્નિ-દીકરીને બાથરૂમમાં બંધ કરી લૂંટારૂઓએ સોનાની ચેઈન સહિતના દાગીનાની ચોરી કરી હતી.
13/13
સુરતઃ સુરતના પોશ મનાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પોશ સર્જન સોસાયટીમાં બંગલા નંબર 55Aમાં ત્રાટકેલા લૂંટારૂઓએ 26 વર્ષના બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી.