નિખિલ સવાણી પાટીદાર આંદોલન શરૂ થયુ ત્યારથી જ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલો છે. તે ખૂબ સક્રીય રીતે આંદોલનમાં કાર્યકરત હતો. હાલમાં સુરતમાં રહેતો નિખિલ સવાણીએ તાજેતરમાં જ કેતન-ચિરાગ પટેલે હાર્દિક પર લગાવાયેલા આર્થિક કૌભાંડ મામલે પણ હાર્દિકનો બચાવ કર્યો હતો.
2/3
સુરતઃ અનામતની માંગણી સાથે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર નેતાઓમાં રોર નવા મતભેદો સામે આવી રહ્યા છે. સુરતના પાટીદાર નેતા અને પાસના કન્વિનર નિખિલ સવાણીએ PAASમાંથી રાજીનામુ આપી દીધું છે. નિખિલ સવાણીએ વડોદરા, ભરૂચ અને નર્મદા પાસ મિડીયા કન્વીનર પદેથી રાજીનામુ આપ્યું છે. (આગળની સ્લાઇડમાં વાંચોઃ કોણ છે નિખિલ સવાણી)
3/3
નિખિલ મૂળ ભાવનગરના ગારિયાધારનો વતની છે અને વર્ષોથી સુરતના ચીકુવાડી પાટીદાર રોડ પર આવેલા નીર્મલનગરમાં રહે છે. તે હાર્દિક પટેલનો ખાસ માણસ માનવામાં આવે છે. તેના રાજીનામાથી પાસમાં બધુ યોગ્ય ચાલી રહ્યુ નથી તે વાતને બળ મળે છે.