સુરતઃ સુરતમાં સરથાણાના એમ્બ્રોઇડરી કારખાનેદાર હિતેશ બેલડિયાના આપઘાત પ્રકરણમાં તેની પત્ની આશા અને સાળા પ્રદીપને જેલમાં ધકેલી દેવાયા છે ત્યારે આ કેસમાં બહાર આવેલી વિગતો કોઈ ટીવી સીરિયલની કહાનીને ટક્કર મારે એવી છે. આશાને બીજા યુવક સાથે સેક્સ સંબંધ હતા તેથી તેણે હિતેશથી છૂટકારો મેળવવા અપનાવેલા દાવપેચની વાતો આશ્ચર્યમાં કી દે એવી છે.
2/7
આશા હિતેશ સાથે ઘરે આવી પછી પરિવારને એકઠો કરીને હિતેશને કાજલ સાથે અફેર છે તેવી વાત કરી તમાશો કર્યો હતો. એ પછી તેણે સમાધાનના નામે પોતાને છૂટાછેડા જોઈએ છે તેવી વાત કરીને હિતેશને ચોંકાવી દીધો હતો. હિતેશે આશાને છૂટાછેડા કેમ જોઈએ છે તેની તપાસ કરતાં આશાના લગ્નેતર સંબંધોની ખબર પડી હતી. રાકેશની કારમાં બંને ફરતાં હતાં તેવી વાત પણ તેને ઘણાં લોકોએ કહી હતી.
3/7
આશા અને પિન્ટુ હિતેશ પાસે છૂટાછેડાના ફોર્મ પર જબરદસ્તીથી સહી કરાવી લીધ હતી. એ પછી આશા બંને બાળકોને લઇ પિયર રહેવા ચાલી ગઇ હતી. બે મહિનાથી તે પિયર રહેતી હતી અને હિતેશ સામે કેસ કરવાની ધમકી આપતી હતી. પાંચ દિવસ પહેલાં આશા ઘરે આવી હતી અને પોતાના ઘરેણાં-કપડાં લઇ લીધા બાદ કબાટને તાળું મારી ચાલી ગઇ હતી.
4/7
આશાએ હિતેશને ઉઘાડો પાડવાની ધમકી આપી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. હિતેશ ફરી આવું નહીં કરવાની ખાતરી અપી છૂટાછેડાના ફોર્મ પર સહી કરી આપે તો પોતે હિતેશ સાથે રહેશે, નહિતર બાળકોને લઇ પિયર રહેવા ચાલી જશે એવી ધમકી પણ આપતી હતી. હિતેશનો સાળો પિન્ટુ ઉર્ફે ડો. પ્રદીપ નરસી ડાંખરા (રહે. રિવેરા લોરાઇટ્સ, સુદામાચોક, મોટાવરાછા) પણ ધમકી આપી પરેશાન કરતો.
5/7
સરથાણા જકાતનાકા પાસે પાર્વતી નગર સોસાયટીમાં રહેતા મૂળ ઘોઘાના પડવાના હિતેશ બેલડિયાએ ગયા સપ્તાહે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. તેણે સુસાઇડ નોટમાં પત્ની આશાના રાકેશ ધામેલિયા સાથે સેક્સ સંબંધ હોવાનો ધડાકો કર્યો હતો. આશાએ હિતેશથી છૂટકારો મેળવવા તેને પ્રેમી સાથે મળીને હિતેશને બદનામ કરવા કાવતરૂં રચ્યું હતું ને એ કાવતરાએ આખરે હિતેશનો ભોગ લીધો.
6/7
સુસાઈડ નોટમાં લખેલી વિગતો આશાએ પ્રેમી રાકેશ સાથે મળી અઢી વર્ષ પહેલાં કાજલ નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી હિતેશને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ચેટિંગ કરતા-કરતા હિતેશને શંકા થઈ ગઇ હતી કે આ ફેક એકાઉન્ટ છે તેથી તેણે ચકાસણી કરવા હિતેશને મળવા બોલાવ્યો હતો. કાજલે મળવાની હા પાડી હતી. હિતેશે મળવા ગયો ત્યારે તેને આંચકો લાગી ગય હતો કેમ કે સામે પત્નિ આશા ઉભી હતી.
7/7
હિતેશ આ ઘટના બાદ ડઘાઈ ગયો હતો અને તેણે બાદમાં આપઘાત કરી લીધો હતો. સરથાણા પોલીસે હિતેશના પિતા છગન બેલડિયાની ફરિયાદના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પત્ની આશા તથા સાળા પિન્ટુની ધરપકડ કરી છે જ્યારે મોટા વરાછામાં આનંદધારા સોસાયટીમાં રહેતો આશાનો પ્રેમી રાકેશ દુલા ધામેલિયા ભાગી જતા પોલીસે તેને ઝડપી લેવા માટે પણ તપાસ આરંભી છે.