શોધખોળ કરો
Advertisement
ભારત સહિત આ ત્રણ દેશો 5G ટેકનોલોજી પર કરી રહ્યા છે કામ, જાણો શું છે તેમનો પ્લાન
ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ માટે અમેરિકન એજન્સી (યુએસએઆઈડી)ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર બોની ગ્લિકે કહ્યું, 5જીમાં પરસ્પર સહયોગ મોટા પગલાની દિશામાં પ્રથમ ડગલું છે.
નવી દિલ્હીઃ ભારત, ઈઝરાયલ અને અમેરિકાએ નેકસ્ટ જનરેશની ઉભરતી ટેકનોલોજીમાં પરસ્પર સહયોગથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. એક ટોચના અધિકારીએ જાણકારી આપતાં કહ્યું, ભારત, અમેરિકા અને ઇઝરાયલ આ ત્રણેય દેશો 5G કમ્યુનિકેશન નેટવર્ક પર કામ કરી રહ્યા છે.
ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ માટે અમેરિકન એજન્સી (યુએસએઆઈડી)ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર બોની ગ્લિકે કહ્યું, 5જીમાં પરસ્પર સહયોગ મોટા પગલાની દિશામાં પ્રથમ ડગલું છે. અમે વિજ્ઞાન અને રિસર્ચ તથા ડેવલપમેંટ નેકસ્ટ જનરેશનમાં મળીને કામ કરી રહ્યા છીએ. આ ભાગીદારી દ્વારા અમે સત્તાવાર રીતે આ સંબંધોની પુષ્ટિ કરી રહ્યા છીએ.
આ પહેલા ગ્લિકે અમેરિકા-ભારત-ઇઝરાયલ વચ્ચે વર્ચુઅલ શિખર બેઠકને સંબોધિત કરતાં કહ્યું, અમે વિશ્વના વિકાસ સાથે સંકળાયેલા પડકારોને હલ કરવા ભાગીદારો સાથે કામ કરવા ઘણા રોમાંચિત છીએ. આ બેઠકમાં ભારતમાં ઇઝરાયલના રાજદૂત રોન મલકા તથા તેમના સમકક્ષા સંજીવ સિંગલાએ પણ સંબોધન કર્યુ હતું. ગ્લિકે કહ્યું, જે એક ક્ષેત્રમાં અમે સહયોગ કરી રહ્યા છીએ તે ડિજિટલ લીડરશિપ એન્ડ ઈનોવેશન છે. અમે નેકસ્ટ જનરેશનની 5જી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.
ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે આ ડઝન દેશો થયા કોરોના મુક્ત, જુઓ લિસ્ટ
WHOની ચેતવણીઃ કોરોના અંતિમ મહામારી નથી, ભવિષ્યમાં દુનિયા રહે તૈયાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement