Launch: વીવોનો સસ્તો સ્માર્ટફોન લૉન્ચ, 6.51 ઇંચની ડિસ્પ્લે સાથે મળશે 5000mAhની બેટરી, જાણો ફિચર્સ
વીવો Y21eમાં 6.51 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, આ એક ફૂલ વ્યૂ ડિસ્પ્લે છે. જે એચડી પ્લસ રિઝોલ્યૂશન અને વૉટર ડ્રૉપ નૉચ ડિઝાઇનની સાથે આવે છે.
Vivo Y21e Launched in india: પૉપ્યૂલર સ્માર્ટફોન મેકર કંપની વીવોએ ભારતમાં પોતાનો હાઇટેક ફિચર્સ વાળો સસ્તો ફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનનુ નામ વીવો વાય21ઇ (Vivo Y21e) છે. આ કંપનીનો બજેટ સ્માર્ટફોન છે જેમાં 6.51 ઇંચની ડિસ્પ્લે અને ક્વાલકૉમ સ્નેપડ્રેગન 680 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોનનુ એક ખાસ ફિચર આઇ પ્રૉટેક્સન મૉડ (Eye Protection Mode) છે. જે તમારી આંખોને હાનિકારક બ્લૂ લાઇટથી બચાવે છે. સાથે જ આમાં ફોન અનલૉક માટે ફેસ વેક (Face Wake)નુ ફિચર પણ આપવામાં આવ્યુ છે.
Vivo Y21e કિંમત
ભારતમાં વીવો Y21e સ્માર્ટફોન માત્ર એક જ વેરિએન્ટ 3GB રેમ + 64GB સ્ટૉરેજ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આની કિંમત 12,990 રૂપિયા છે. ડિવાઇસને બે કલર ઓપ્શન ડાયમન્ડ ગ્લૉ અને મિડનાઇટ બ્લૂમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. માર્કેટમાં આની ટક્કર Realme Narzo 50A, Infinix Note 11, Samsung F22, અને Redmi 9 Power જેવા સ્માર્ટફોનની સાથે છે. આ તમામ 13 હજાર રૂપિયાની રેન્જમાં આવે છે.
Vivo Y21e સ્પેશિફિકેશન્સ-
વીવો Y21eમાં 6.51 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, આ એક ફૂલ વ્યૂ ડિસ્પ્લે છે. જે એચડી પ્લસ રિઝોલ્યૂશન અને વૉટર ડ્રૉપ નૉચ ડિઝાઇનની સાથે આવે છે. સ્માર્ટફોનમાં 3GB રેમની સાથે સ્નેપડ્રેગન 680 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આની રેમને વર્ચ્યૂઅલી 0.5 જીબી સુધી વધારી શકાય છે. આમાં 64GBની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી એક્સપેન્ડ કરી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 12 આધારિત FunTouch OS 12 પર કામ કરે છે.
કેમેરાની વાત કરીએ તો Vivo Y21eમાં ડ્યૂલ રિયર કેમેરા સેટએપ મળે છે. આમાં 13MP નો પ્રાઇમરી કેમેરો અને 2MP નો બીજો કેમેરો છે. ડિવાઇસના ફ્રન્ટમાં 8MP નો કેમેરો છે. ડિવાઇસમાં 5000mAhની બેટરી છે અને આ 18W ફાસ્ટ ચાર્જ ટેકનોલૉજી સપોર્ટ કરે છે. આમાં Multi Turbo 5.0 ફિચર આપવામાં આવ્યુ છે. જે ડેટા કનેક્ટિવિટીની સાથે સાથે સિસ્ટમ પ્રૉસેસરની સ્પીડ વધારવાનુ કામ કરે છે. આ ઉપરાંત ફોનમાં માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, રિવર્સ ચાર્જ ટેકનોલૉજી, USB Type-C પોર્ટ જેવા ફિચર્સ પણ છે.
આ પણ વાંચો...........
Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા
DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?
Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી