(Source: ECI/ABP News/ABP Majha)
AI Application: એન્ડ્રોઇડ ફોનમાં રાખો આ 5 AI એપ્સ, સેકન્ડોમાં થઇ જશે તમારું કામ
આ તમામ એપ્સ ચેટ GPT દ્વારા સંચાલિત છે જેને તમે Android ફોનમાં પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકો છો.
AI Mobile Application: ચેટ જીપીટીના લોન્ચ થયા બાદ અત્યાર સુધી આ ચેટબૉટ કેટલાય સર્ચ એન્જિનમાં ઇન્ટીગ્રેટ થઈ ચૂક્યું છે. ગયા મહિને ચેટજીપીટીનું નવું વર્ઝન GPT-4 કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે પહેલાં કરતાં વધુ સચોટ અને અદ્યતન છે. આજે આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી AI મૉબાઇલ એપ્લિકેશન વિશે બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા કેટલાય કામોને સરળતાથી કરી શકો છો. આ તમામ એપ્સ ચેટ GPT દ્વારા સંચાલિત છે જેને તમે Android ફોનમાં પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકો છો.
Apo Assistant
APO આસિસ્ટન્ટ એક લોકપ્રિય એપ છે, જેને 1 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલૉડ કરી છે અને 26,000થી વધુ લોકોએ તેનું રિવ્યૂ કર્યુ છે. આ એપ્લિકેશન GPT-4 ટેકનોલૉજીનો ઉપયોગ કરે છે અને અત્યારે આ ફ્રી અને પેઇડ બન્ને વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ એપની મદદથી તમે કૉડિંગ, કન્ટેન્ટ સમરી વગેરે જેવા કેટલાય પ્રકારના કામ કરી શકો છો. આ એપ્લિકેશન તમારા માટે મેથેમિટક પ્રૉબલ્મ્સ અને મ્યૂઝિક કમ્પૉઝિશન પણ લખી શકો છો.
ChatOn
તમે ChatOn એપ્લિકેશન પણ Android Play Store પરથી ડાઉનલૉડ કરી શકો છો, જેને અત્યાર સુધી 5 લાખથી વધુ લોકો ડાઉનલૉડ કરી ચૂક્યા છે. આ એપ્લિકેશન GPT-4 પર આધારિત છે. તેની મદદથી, તમે તમારી લેખન રચનાને સુધારી શકો છો. જો તમે કોઈ બિઝનેસ સાથે જોડાયેલા છો અને દર્શકો માટે સારું કન્ટેન્ટ લખવા માંગો છો, તો આ એપની મદદથી તમે આ કામ કરી શકો છો.
Aico
Aico એપ્લિકેશન GPT 3.5 પર બેઝ્ડ છે જેનો ઉપયોગ તમે તમારા ગ્રામર અે ટ્રાન્સલેશનને સુધારવા માટે કરી શકો છો. 5 લાખથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે અને 17,000થી વધુ લોકોએ તેને રિવ્યૂ કર્યા છે.
ChatSonic
ચેટ સોનિક પણ એક લોકપ્રિય એપ છે, જેની મદદથી તમે ડિજિટલ આર્ટ અને કોઈપણ પ્રકારના સવાલોના જવાબ મેળવી શકો છો. આ એપમાં તમને વૉઈસ સર્ચનો ઓપ્શન પણ મળે છે. આ એપ ચેટ GPT જેવી જ છે.
Alissu
એલિસુ ચેટ GPT 3.5 પર આધારિત છે, જેનો ઉપયોગ તમે લેગ્વેઝ ટ્રાન્સલેશન માટે કરી શકો છો. આ ઉપરાંત આ એપ અનસ્ટ્રક્ચર્ડ ડેટાને પણ મેનેજ કરી શકે છે, એટલે કે, જો કોઈપણ ડેટા ફકરા સ્વરૂપમાં હોય, તો આને આ એપ તમારા માટે ટેબ્યૂલર ફૉર્મેટમાં બનાવી શકે છે.