Android : એન્ડોઈડ એટલે શું? કેમ છે હેકર્સનું સોફ્ટ ટાર્ગેટ? ફિમેલ વર્ઝનને શું કહેવાય?
એન્ડ્રોઇડ સ્માર્ટફોન 6,000 રૂપિયાથી શરૂ થાય છે અને 1.5 લાખ રૂપિયા સુધી તેની કિંમત જાય છે.
Meaning Of Android: ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન સૌથી વધુ ખરીદાય છે અને વેચાય છે. તેનું મુખ્ય કારણ તેમની પોષાય તેવી કિંમત છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન 6,000 રૂપિયાથી શરૂ થાય છે અને 1.5 લાખ રૂપિયા સુધી તેની કિંમત જાય છે. કિંમત પ્રમાણે તેમાં અલગ-અલગ ફીચર્સ ઉપલબ્ધ છે. તમારી પાસે અથવા તમારા પરિવારની કોઈ વ્યક્તિ પાસે Android સ્માર્ટફોન લગભગ હશે જ. પરંતુ શું તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો અર્થ જાણો છો? જો નહીં, તો આજે તેના વિશે જાણી લો.
એન્ડ્રોઇડનો અર્થ શું છે?
એન્ડ્રોઇડ એ જેન્ડર સ્પેસિફિક છે અને તેનો અર્થ એવો માનવી છે કે જેનો દેખાવ પુરૂષ રોબોટ જેવો દેખાય છે. જો આપણે તેના સ્ત્રી સંસ્કરણ વિશે વાત કરીએ, તો તેને જીનોઇડ કહેવામાં આવે છે. એટલે કે Gynoid રોબોટ બિલકુલ સ્ત્રીઓ જેવો દેખાય છે. તેનો ઉપયોગ ફિલ્મ, કલા અને વિજ્ઞાનમાં થાય છે. એન્ડ્રોઇડના ઘણા વર્ઝન અત્યાર સુધી આવી ગયા છે અને હાલ લેટેસ્ટ એ એન્ડ્રોઇડ 14 છે જે ઓગસ્ટમાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે. ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવે છે. કંપનીએ 23 સપ્ટેમ્બર 2008ના રોજ પ્રથમ કોમર્શિયલ એન્ડ્રોઇડ વર્ઝન (એન્ડ્રોઇડ 1.0) બહાર પાડ્યું હતું.
આ બીજી લોકપ્રિય OS સિસ્ટમ છે
એન્ડ્રોઇડ સિવાય બીજી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ IOS છે જે Apple દ્વારા બનાવવામાં આવી છે અને તે iPhonesમાં જોવા મળે છે. પહેલું iOS 2007માં લોંચ કરવામાં આવ્યું હતું. હાલમાં તેનું લેટેસ્ટ વર્ઝાન IOS 16 છે અને Appleનો લેટેસ્ટ iPhone હવે iPhone 14 છે જે કંપનીએ ગયા વર્ષે લોન્ચ કર્યો હતો. હવે ટૂંક સમયમાં કંપની કેટલાક મોટા ફેરફારો સાથે બજારમાં iPhone 15 લોન્ચ કરવા જઈ રહી છે.
Android કરતાં iOS વધુ સુરક્ષિત
એન્ડ્રોઇડ કરતાં iOS વધુ સુરક્ષિત છે કારણ કે, તે એક ક્લોસ નેટવર્ક છે અને કોઈ સરળતાથી તેમાં પ્રવેશ કરી શકતું નથી. જ્યારે એન્ડ્રોઇડ એક ઓપન નેટવર્ક છે, જેના કારણે તે હેકર્સ અને સાયબર અપરાધીઓનો સોફ્ટ ટાર્ગેટ બનેછે.
AI Application: એન્ડ્રોઇડ ફોનમાં રાખો આ 5 AI એપ્સ, સેકન્ડોમાં થઇ જશે તમારું કામ
ચેટ જીપીટીના લોન્ચ થયા બાદ અત્યાર સુધી આ ચેટબૉટ કેટલાય સર્ચ એન્જિનમાં ઇન્ટીગ્રેટ થઈ ચૂક્યું છે. ગયા મહિને ચેટજીપીટીનું નવું વર્ઝન GPT-4 કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે પહેલાં કરતાં વધુ સચોટ અને અદ્યતન છે. આજે આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી AI મૉબાઇલ એપ્લિકેશન વિશે બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા કેટલાય કામોને સરળતાથી કરી શકો છો. આ તમામ એપ્સ ચેટ GPT દ્વારા સંચાલિત છે જેને તમે Android ફોનમાં પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકો છો.
APO આસિસ્ટન્ટ એક લોકપ્રિય એપ છે, જેને 1 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલૉડ કરી છે અને 26,000થી વધુ લોકોએ તેનું રિવ્યૂ કર્યુ છે. આ એપ્લિકેશન GPT-4 ટેકનોલૉજીનો ઉપયોગ કરે છે અને અત્યારે આ ફ્રી અને પેઇડ બન્ને વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ એપની મદદથી તમે કૉડિંગ, કન્ટેન્ટ સમરી વગેરે જેવા કેટલાય પ્રકારના કામ કરી શકો છો. આ એપ્લિકેશન તમારા માટે મેથેમિટક પ્રૉબલ્મ્સ અને મ્યૂઝિક કમ્પૉઝિશન પણ લખી શકો છો.