શોધખોળ કરો

iPhone 15: સપ્ટેમ્બરમાં આવશે એપલનો નવો આઇફોન, કંપની કિંમતમાં કરશે આટલો ધરખમ વધારો, વાંચો રિપોર્ટ

ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે કહીએ તો, આ વર્ષે iPhone 15 Proના નવું મૉડેલનું લૉન્ચ થઇ શકે છે, અને આ મૉડલની કિંમતમાં જબરજસ્ત વધારો થઈ શકે છે.

Apple iPhone 15 Launch: દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલ હવે પોતાની નવી સીરિઝના આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે, આ વખતે આઇફોન 15 સીરિઝ માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. આઇફોન યૂઝર્સ પણ આ ફોનની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જો તમે iPhone 15 યૂઝ માટે પ્લાનિંગ કરી રહ્યાં છે, તો તમારા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, આઇફોન 15 સીરિઝમાં ધરખમ વધારો જોવા મળી શકે છે.

હાલમાં ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે કહીએ તો, આ વર્ષે iPhone 15 Proના નવું મૉડેલનું લૉન્ચ થઇ શકે છે, અને આ મૉડલની કિંમતમાં જબરજસ્ત વધારો થઈ શકે છે. હાલમાં વૉલ સ્ટ્રીટ એનાલિસીસ ડેન ઈવેસ દ્વારા એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવાયુ છે કે, iPhone 15 સીરીઝની પ્રાઈઝ હાઈક થઇ શકે છે. હાલમાં CNBCને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમને દાવો કર્યો છે કે Apple અપકમિંગ iPhone 15 Pro અને iPhone 15 Pro Maxની કિંમતમાં 200 ડૉલર એટલે કે લગભગ 16,490 રૂપિયાનો કરી શકે છે. 

iPhone 15 Pro મૉડેલમાં થશે ભાવ વધારો - 
ન્યૂ લૉન્ચિંગ વિશે એનાલિસ્ટ ડેન ઈવેસે પરફેક્ટ પ્રાઈઝ ડિટેઈલ્સનો ખુલાસો નથી કર્યો. પરંતુ દાવો છે કે પ્રૉ મૉડેલમાં 200 ડૉલરનો વધારો થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપનીએ યુએસમાં iPhone 14 Pro વેરિયંટની કિંમતમાં વધારો નથી કર્યો. પરંતુ આ વર્ષે નવા લૉન્ચ થનારા મૉડેલ અહીં વધારે જ મોંઘા જોવા મળી શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્યાં iPhone 14 Pro મૉડેલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં યૂઝર્સને 2023માં ફરી એકવાર આઈફોનના ભાવ વધારાનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે iPhone 15 સીરીઝ લૉન્ચ થવાને આડે 2 મહિનાનો સમય બાકી છે. સામાન્ય રીતે નવા આઈફોન સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ કરે છે.

Appleએ આપ્યો ગ્રાહકોને આંચકો, iPhone 15માં સિમકાર્ડને લઈ કરાયો મોટો ફેરફાર

Appleના iPhone 15 વિશે અત્યાર સુધી ઘણી માહિતી સામે આવી છે. Apple આ વર્ષના અંત સુધીમાં આ ફોન લોન્ચ કરી શકે છે. દરમિયાન MacRumoursના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, Apple iPhone 15માંથી SIM કાર્ડ ટ્રેને સંપૂર્ણપણે દૂર કરી શકે છે. એટલે કે તમને આમાં સિમ કાર્ડ ટ્રેનો વિકલ્પ મળશે નહીં અને ઇ-સિમ સાથે કામ કરવું પડશે. આ પ્રકારના આઇફોન કંપની પહેલેથી જ અમેરિકામાં વેચે છે. હવે કંપની આ સુવિધાને ફ્રાન્સ અને યુરોપિયન દેશોમાં પણ લાગુ કરવા જઈ રહી છે.

ફોનમાંથી સિમ કાર્ડ ટ્રે કેમ દૂર કરવામાં આવે છે?

જેમ આપણે બધા જાણીએ છીએ કે એપલના ફોન તેમની સલામતી અને પ્રીમિયમ સુવિધાઓ માટે વિશ્વભરમાં જાણીતા છે. ભૌતિક સિમ કાર્ડ ઈ-સિમ કરતાં ઓછા સુરક્ષિત છે. જો ક્યારેય તમારો આઈફોન ખોવાઈ જાય છે અને તેની પાસે ફિઝિકલ સિમ કાર્ડ છે, તો કોઈપણ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. પરંતુ ઈ-સિમમાં આ શક્ય નથી. ઈ-સિમનો ડેટા ફોનની અંદર સેવ થાય છે જેને કોઈ એક્સેસ કરી શકતું નથી. હાલમાં ઇ-સિમ સાથેના આઇફોન ફક્ત અમેરિકામાં વેચાય છે, જે હવે કંપની અન્ય દેશોમાં પણ વેચવાનું શરૂ કરી શકે છે.

શું સિમ કાર્ડ ટ્રે વિનાનો iPhone 15 ભારતમાં પણ આવશે?
,
સમાચાર વાંચ્યા પછી, તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન હશે કે શું સિમ કાર્ડ ટ્રે વિનાનો iPhone 15 ભારતમાં પણ આવશે. તો હાલના અપડેટ મુજબ ઈ-સિમ સાથેનો આઈફોન માત્ર યુએસ, ફ્રાન્સ અને કેટલાક યુરોપિયન દેશોમાં જ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં કંપની સિમ કાર્ડ ટ્રે સાથેનો iPhone લોન્ચ કરશે. કારણ કે ભારતમાં ઈ-સિમ કાર્ડ એટલું લોકપ્રિય નથી અને એપલ બજારને જોયા પછી જ ફોનને બહાર પાડશે.

iPhone 15માં આ મોટા ફેરફારો જોવા મળશે

- iPhone 15માં યુઝર્સને USB Type-C પોર્ટ અને પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઇન મળશે. આ સાથે ડાયનેમિક આઇલેન્ડ ફીચર પણ iPhone 15ના તમામ મોડલમાં ઉપલબ્ધ હશે.

અત્યાર સુધી તમને iPhoneમાં ભૌતિક સ્વરૂપમાં વોલ્યુમ રોકર બટન અથવા પાવર બટન મળતું હતું પરંતુ હવે નવા iPhoneમાં તમને હેપ્ટિક બટન મળશે. એટલે કે, તમે આ બધી વસ્તુઓ સ્પર્શ દ્વારા કરી શકશો. કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ ફીચર ફક્ત ટોપ એન્ડ મોડલમાં જ આપશે. આ સિવાય કંપની ફોનની અંદર એક નાની મોટર પણ લગાવશે, જેથી જ્યારે તમે હેપ્ટિક બટનને ટચ કરશો ત્યારે તમને વાઇબ્રેશન દ્વારા ખબર પડશે કે તમે ફોનને કમાન્ડ આપ્યો છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Embed widget