Apple નવા આઇફોન અને વૉચ મૉડલમાં કરશે આ મોટા ફેરફાર, રિપોર્ટ થયો લીક, જાણો
લીક થયેલા એપલ પ્રૉડક્ટ્સના રિપોર્ટ અનુસાર, કંપની આઈઓએસ 16 આખા બોર્ડમાં જરૂરી ફેરફાર કરશે. જેમાં નોટીફિકેશનના અપડેટથી લઇને નવા હેલ્થ-ટ્રેકિંગ ફિચર્સ સામેલ છે.
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ હવે ટુંક સમયમાં પોતાના નવા પ્રૉજેક્ટને લઇને ખુલાસો કરશે. Appleની WWDC 2022ની ઈવેન્ટ આગામી 6 જૂનથી શરૂ થઇ રહી છે. ઇવેન્ટમાં ટેક દિગ્ગજ પોતાના નવ આઇફોન, એપલ વૉચ અને અન્ય પ્રૉડક્ટ્સ પરથી પડદો ઉઠાવી શકે છે. આ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો છે, જેના પરથી કહી શકાય કે કંપની અપકમિંગ પ્રૉડક્ટમાં કેટલાક ફેરફારો કરી શકે છે. એવુ લાગી રહ્યું છે કે iOS 16 અને watchOS 9 ચાલુ વર્ષે અમુક મોટા અપગ્રેડ માટે હશે. રિપોર્ટ્સ મુજબ એપલ ડબ્લ્યુડબ્લ્યુડીસી 2022માં બંને ઓપરેટિંગ સિસ્ટમને મોટા પાયા પર સુધારશે.
લીક થયેલા એપલ પ્રૉડક્ટ્સના રિપોર્ટ અનુસાર, કંપની આઈઓએસ 16 આખા બોર્ડમાં જરૂરી ફેરફાર કરશે. જેમાં નોટીફિકેશનના અપડેટથી લઇને નવા હેલ્થ-ટ્રેકિંગ ફિચર્સ સામેલ છે. જો કે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આઈઓએસ ઈન્ટરફેસની એક આખી રીડિઝાઈન અશક્ય છે. એપલના નવા આઈઓએશ 16ને ઈન્ટરનલી સિડની નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટસમાં પહેલા પણ આ વર્ષના અંતમાં Apple વૉચ સીરીઝમાં ત્રણ નવી સ્માર્ટવોચ લૉન્ચ કરવાની તૈયારીઓ છે.
આ ઉપરાંત રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે, Appleના આ વર્ષે જૂનમાં મિક્સ્ડ રિયાલિટી હેડસેટની જાહેરાત કરવાની કોઇ શક્યતા નથી. પરંતુ WWDCમાં આ અંગે કોઇ ઉલ્લેખ નથી. આ ઈન્ડિકેટ કરે છે કે હેડસેટ આઈઓએસ 16 સાઈકલ દરમ્યાન લોન્ચ થશે. જે જૂનમાં બંધ થશે અને આઈઓએસ 17 સુધી 2023 સુધી ચાલશે. એપલ ટૂંક સમયમાં પોતાના આગામી ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી સૉફ્ટવેરનું પ્રીવ્યુ કરી શકે છે.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે