Apple WWDC 2021: Appleએ લૉન્ચ કરી iOS 15, જાણો આમાં શું હશે ખાસ.....
કંપની અનુસાર આ અપડેટની સાથે iphone યૂઝર્સને કેટલાય નવા ફિચર મળશે. iOS 15 એકદમ શાનદાર અને આકર્ષક ફિચર્સ વાળી હશે, જે આ પહેલાથી પણ વધુ સ્માર્ટ બનાવી દેશે. જાણો નવા iOS 15માં શું હશે ખાસ......
નવી દિલ્હીઃ ટેક જાયન્ટ Appleએ પોતાની વર્લ્ડવાઇડ ડેવલૉપર્સ કૉન્ફરન્સ (WWDC)માં નવા સૉફ્ટવેર અપડેટ iOS 15ની જાહેરાત કરી છે. કંપની અનુસાર આ અપડેટની સાથે iphone યૂઝર્સને કેટલાય નવા ફિચર મળશે. iOS 15 એકદમ શાનદાર અને આકર્ષક ફિચર્સ વાળી હશે, જે આ પહેલાથી પણ વધુ સ્માર્ટ બનાવી દેશે. જાણો નવા iOS 15માં શું હશે ખાસ......
ફેસટાઇમમાં જોડવામાં આવ્યા કેટલાય નવા ફિચર્સ
iOS 15માં ફેસટાઇમને કેટલાય નવા ફિચર્સ સાથે અપડેટ કરવામા આવ્યુ છે. ફેસટાઇમ દરમિયાન ઓડિયોને બેસ્ટ બનાવવા માટે આમાં Spatial Audioનો સપોર્ટ આપવામા આવ્યો છે. ફેસટાઇમ કૉલમાં બહારના અવાજથી વાતચીત ખરાબ ના થાય, આ માટે પણ એપલે બેસ્ટ સ્પક્ટ્રમનો ઉપયોગ કર્યો છે. Android અને Window યૂઝર પણ વેબ પર ફેસટાઇમ કૉલ જૉઇન કરી શકે છે. iOS 15માં SharePlayના નામથી એક નવુ ફિચર જોડવામા આવ્યુ છે, આના દ્વારા યૂઝર FaceTime કૉલ દરમિયાન કન્ટેન્ટ પણ શેર કરી શકો છો.
નૉટિફિકેશન થયુ વધુ સારુ
iOS 15માં નૉટિફિકેશન ફિચર પણ વધુ બેસ્ટ થયુ છે. હવે તમે આમાં એક ડેડિકેટેડ મૉડ કરી શકો છો. જેથા વારંવાર મેસેજ તમને પરેશાન ના કરે. આ દરમિયાન તમને ફક્ત કામના અને જરૂરી મેસેજ આવતા રહેશે. એક નવો ફૉકસ મૉડ પણ હશે, જેના દ્વારા યૂઝર એક ફૉકસ મૉડ સેટ કરી શકે છે, જ્યાં દિવસના એક નિર્ધારિત સમય દરમિયાન ફક્ત કેટલીક એપ્સનુ નૉટિફિકેશન અને એલર્ટ તમને દેખાશે.
ફોટોઝ એપમાં જોડાયા કેટલાક નવા ફિચર
iOS 15માં ફોટોઝ એપમાં ઇન્ટરેક્ટિવ મેમૉરીઝનુ એક નવુ ફિચર જોડવામાં આવ્યુ છે. સાથે જ OCR ફિચરથી યૂઝર આસાનીથી ટેક્સ્ટ ઇમેજની આળખ કરી શકશે. એપલ અનુસાર, આ મૉડ AI ટેકનિક દ્વારા ખુદથી ટેક્સ્ટ ઇમેજને ડિટેક્ટ કરી લેશે, અને યૂઝર આને કૉપી કરીને પરમીશન આપી શકે છે. આ બિલકુલ Google લેન્સની જેમ કામ કરે છે.