શોધખોળ કરો

વોટ્સએપ પર ચાલી રહ્યું છે વિચિત્ર કૌભાંડ, તમારી એક ભૂલ અને ખાલી થઇ જશે બેન્ક એકાઉન્ટ

આ કૌભાંડમાં યુઝર્સને ગુમ થયેલ વ્યક્તિનો ફોટો મોકલવામાં આવે છે, જે વાસ્તવમાં એક ખતરનાક જાળ હોય છે.

Whatsapp Missing Scam: Whatsapp લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. અહીં લોકો મેસેજ અને વીડિયો, ફોટા શેર કરે છે અને તેમના ઘણા મહત્વપૂર્ણ કાર્યો પણ કરે છે. પરંતુ હવે તે સાયબર ગુનેગારો માટે એક સરળ પ્લેટફોર્મ પણ બની ગયું છે. તાજેતરમાં એક નવું કૌભાંડ સામે આવ્યું છે જેને "ગુમશુદા સ્કૈમ" કહેવામાં આવી રહ્યું છે. આ કૌભાંડમાં યુઝર્સને ગુમ થયેલ વ્યક્તિનો ફોટો મોકલવામાં આવે છે, જે વાસ્તવમાં એક ખતરનાક જાળ હોય છે.

આ કૌભાંડમાં સાયબર ગુનેગારો અજાણ્યા નંબરો પરથી વોટ્સએપ પર આવા મેસેજ મોકલે છે જેમાં કોઈ ગુમ થયાની માહિતી આપવામાં આવે છે. પરંતુ નોંધનીય વાત એ છે કે તે ફોટામાં એક મલેશિયસ લિંક છૂપાયેલી હોય છે.હવે યુઝર તે ફોટા પર ક્લિક કરતાની સાથે જ ફોનમાં એક ગુપ્ત એપ ઇન્સ્ટોલ થઈ જાય છે જે તમારી જાણ વગર કામ કરે છે. આ દ્વારા હેકર્સ તમારા મોબાઇલમાં પ્રવેશ મેળવે છે અને તમારા બેન્ક ખાતાની માહિતી ચોરી લે છે.

મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાંથી આવા કિસ્સાઓ નોંધાયા છે જ્યાં ફક્ત એક ફોટો ક્લિક કર્યા પછી લોકોના ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઈ ગયા. આ કૌભાંડની પદ્ધતિ ખૂબ જ સરળ છે પણ ખૂબ જ જોખમી છે. આવી સ્થિતિમાં તમારી એક નાની ભૂલ તમારા માટે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે.

જોકે, તમે આવા કૌભાંડોથી પોતાને બચાવી શકો છો. આ માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. અજાણ્યા નંબર પરથી આવતા કોઈપણ ફોટો કે લિંક પર ક્લિક કરશો નહીં.આ ઉપરાંત WhatsApp ની 'ઓટોમેટિક ડાઉનલોડ' સેટિંગ બંધ કરો. આ પછી તમારા ફોનમાં આવ્યા પછી કોઈ ફોટો કે વિડિયો આપમેળે ડાઉનલોડ થશે નહીં. જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તરત જ તેની જાણ કરો અને તેને બ્લોક કરો. તમારા ફોન અને WhatsApp ને હંમેશા લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો. તમારી બેંકિંગ અને UPI એપ્સમાં 2-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખો. ક્યારેય કોઈ અજાણ્યા QR કોડ સ્કેન કરશો નહીં.                             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો

DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?

WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર

વિડિઓઝ

Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?

ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ

ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ

પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?

Embed widget