બિલ ગેટ્સની માઈક્રોસોફ્ટ બંધ કરશે આ 25 વર્ષ જૂની સર્વિસ, 2022માં થશે નિવૃત્ત
માઇક્રોસોફ્ટ 2029 સુધી Edge બ્રાઉઝરમાં IE મોડને સપોર્ટ માટે કહે છે.
વિશ્વની જાણીતી ટેક કંપની માઇક્રોસોફ્ટે યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ લોકપ્રિય વેબ બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોર( Microsoft Internet Explorer) 25 વર્ષ કરતા વધુ સમય સુધીથી સેવામાં હતું. હવે માઇક્રોસોફ્ટે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ઇન્ટરનેટ એક્સપ્લોરર 2022માં એટલે કે આવતા વર્ષે 15 જૂને નિવૃત્ત થશે.
કંપનીએ એક બ્લોગમાં જણાવ્યું છે કે ‘ડેસ્કટોપ એપ્લિકેશન ઈન્ટરનેટ એક્સપ્લોરર 11 2022ની 15 જૂને નિવૃત્ત થશે અને વિન્ડોઝ-10ના ચોક્કસ વર્ઝન માટે એ આઉટ-ઓફ-સપોર્ટ થશે.’ એક સમય એવો હતો જ્યારે ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’ વ્યાપક રીતે વપરાતું વેબ બ્રાઉઝર હતું. 2003 સુધીમાં તો દુનિયાભરમાં 95 ટકા લોકો ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’નો ઉપયોગ કરતા હતા. પરંતુ 2004માં ‘ફાયરફોક્સ’ અને 2008માં ‘ગૂગલ ક્રોમ’ બ્રાઉઝર લોન્ચ થયા બાદ ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’નો વપરાશ ઝડપથી ઘટી ગયો હતો. એન્ડ્રોઈડ અને iOS જેવી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની લોકપ્રિયતા વધવા માંડી હતી અને તેઓ ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’ને સપોર્ટ કરતી નથી.
ઇન્ટરનેટ એક્સપ્લોરર આવતા વર્ષ સુધી ચાલશે અને તેની જગ્યાએ પુરી રીતે નવુ Microsoft Edge આવી જશે. માઇક્રોસોફ્ટે ઇન્ટરનેટ એક્સપ્લોરરથી માઇક્રોસોફ્ટ એજ તરફ સરળ સ્વિચ માટે કેટલાક મહિના પહેલા IE મોડ તૈયાર કર્યું હતું. આ મોડમાં બિઝનેસ સરળતાથી ટ્રાંજિશન કરી શકે છે અને સરળતાથી નવા ક્રોમિયમ બે્સ્ડ બ્રાઉઝરને અપનાવી શકે છે. માઇક્રોસોફ્ટ 2029 સુધી Edge બ્રાઉઝરમાં IE મોડને સપોર્ટ માટે કહે છે.
લોન્ચિંગ પહેલા Realme X7 Max 5Gના ફિચર્સ લીક, જાણો આ ફોનમાં શું હશે ખાસ
PUBGનો નવો અવતાર Battlegrounds Mobile India ગેમ આ દિવસે ભારતમાં કરશે એન્ટ્રી, જાણો વિગતે
જો ભૂલી ગયા હોવ Wi-Fiનો પાસવર્ડ તો આ રીતે ફરીથી કરો હાંસલ, અપનાવો આ સિમ્પલ ટ્રિક્સ