શોધખોળ કરો
Advertisement
ભારતમાં ટીક ટોકની જગા લેવા આવી ગઈ દેશી એપ, લાખોની સંખ્યામાં ડાઉનલોડ થયેલી આ એપનું શું છે નામ ?
ચિંગારી એપને બેંગલુરુના પ્રોગ્રામર્સ બિસ્વાત્મા નાયક અને સિદ્ધાર્થ ગૌતમે બનાવી છે. આ એપ અંગ્રેજી ઉપરાંત નવ ભાષામાં યૂઝર્સને મળશે.
નવી દિલ્હીઃ ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે બે દિવસ પહેલા સૌથી મોટો નિર્ણય લીધો હતો. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે. ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ યૂઝર્સે તેનો વિકલ્પ શોધી લીધો છે.
ગૂગલ પ્લે સ્ટોર પર ભારતીય એપ Chingariએ ધૂમ મચાવી છે. ગઈકાલે આ એપ એક કલાકમાં આશરે એક લાખ વખત ડાઉનલોડ થઈ હતી. જોતજોતામાં આ એપ ત્રીસ લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.
કેવી રીતે કામ કરે છે એપ
ચિંગારી એપમાં યૂઝર્સ વીડિયો અપલોડ અને ડાઉનલોડ કરી શકે છે. ઉપરાંત મિત્રો સાથે વાતચીત કરી શકે છે. વોટ્સએપ સ્ટેટ્સ, વીડિયો, ઓડિયો ક્લિપ્સ, GIF સ્ટિકર્સ અને ફોટા સાથે ક્રિએટિવિટી કરી શકે છે.
9 ભાષામાં છે ઉપલબ્ધ
ચિંગારી એપને બેંગલુરુના પ્રોગ્રામર્સ બિસ્વાત્મા નાયક અને સિદ્ધાર્થ ગૌતમે બનાવી છે. આ એપ અંગ્રેજી ઉપરાંત નવ ભાષામાં યૂઝર્સને મળશે. જેમાં હિન્દી, બાંગ્લા, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તમિલ અને તેલુગૂ સામેલ છે.
ગૂગલ પ્લે પર મચાવી ધૂમ
ટિક ટૉક બેન થતાં જ ચિંગારી એપે ગૂગલ પ્લે સ્ટોર પર ટ્રોપ ટ્રેંડિંગમાં સ્થાન બનાવ્યું છે. એપ ક્રિએટ કરનારા સિદ્ધાર્થ ગૌતમે કહ્યું કે, ચિંગારી એપ ટિક ટૉક કકતાં સારો વિકલ્પ છે. એપને અપેક્ષાથી વધારે ટ્રાફિક મળી રહ્યો છે.
ચિંગારીમાં વધ્યો રોકાણકારોનો રસ
ચિંગારી એપને મળી રહેલા શાનદાર રિસ્પોન્સને જોતા હવે અનેક નવા ઈન્વેસ્ટર્સ આ એપમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. ઘણા ડેવલપર્સનું કહેવું છે કે, સારા ઈન્વેસ્ટર્સ મળ્યા બાદ આ એપને વધુ સારી બનાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement