દેશમાં 5G ની શું છે સ્થિતિ ? 6G ને લઈ શું આવ્યા મોટા સમાચાર, જાણો મોદી સરકારે શું કહ્યું
લોકસભામાં આપવામાં આવેલી જાણકારી મુજબ દેશમાં 98 ટકા વસતિને 4જી મોબાઈલ કવરેજથી આવરી લેવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશમાં આર્થિક ગતિ વિધિને વેગ મળ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં આજે ત્રણ ટેલીકોમ કંપનીઓ છે અને મુખ્ય રૂપે એક જ સરકારી કંપની છે. એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયા ગયા છેલ્લા પાંચ વર્ષથી 4જી સર્વિસ છે પરંતુ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આજે પણ 4જી માટે સંઘર્ષ કરી રહી છે પરંતુ હવે લાગે છે કે BSNL ની સ્થિતિ ખૂબ જ ઓછી છે. લોકસભામાં આપવામાં આવેલી જાણકારી મુજબ દેશમાં 98 ટકા વસતિને 4જી મોબાઈલ કવરેજથી આવરી લેવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશમાં આર્થિક ગતિ વિધિને વેગ મળ્યો છે. તેના પરિણામે વિકાસ અને રોજગારીની તકોનું સર્જન થયું છે.
6G ને લઈ શું આવ્યા મોટા સમાચાર
5G ને લઈ ભારતીય TSP એ 5G ના ઉપયોગ અને એપ્લિકેશન માટે ટ્રાયલ કરવા માટે પરવાનગીઓ આપવામાં આવી છે. ટેક્નોલોજી ડેવલપમેન્ટના આગલા તબક્કામાં નવીનતાઓનું નેતૃત્વ કરવાના હેતુથી, ટેલિકોમ્યુનિકેશન વિભાગે 6G પર ટેક્નોલોજી અભ્યાસ જૂથની રચના કરવામાં આવી છે.
As far as 5G is concerned, permissions accorded to Indian TSPs for conducting trials for use&applications of 5G. With a view to lead innovations in next phase of technology development, Dept of Telecommunications constituted a Technology Study Group on 6G:MoS Communications in LS
— ANI (@ANI) April 6, 2022
ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સ્વદેશી 4G ટેલિકોમ નેટવર્ક ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં શરૂ થશે. આ માટે BSNL દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર લગાવવાની યોજના બનાવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, 'મને તમને જણાવતા આનંદ થાય છે કે 4G ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક ટૂંક સમયમાં શરૂ થવા માટે તૈયાર છે અને તેને ભારતમાં ભારતીય એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેમણે પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે અમારા 4G નેટવર્કના વિકાસની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે અને તેમાં સંપૂર્ણ ટેલિકોમ્યુનિકેશન સાધનો સાથેનું કોર નેટવર્ક, રેડિયો નેટવર્ક છે. મંત્રીએ કહ્યું કે BSNL સમગ્ર દેશમાં તરત જ 6,000 ટાવર, પછી 6,000 અને છેલ્લે 4G નેટવર્ક માટે 1 લાખ ટાવર સ્થાપિત કરવા માટે ઓર્ડર આપવાની પ્રક્રિયામાં છે.