શોધખોળ કરો

Netflix પછી Disney Plusનો મોટો નિર્ણય, પાસવર્ડ શેર કરવા પર ચૂકવવા પડશે વધારાના રૂપિયા

 Disney Plus: કંપની આગામી કેટલાક મહિનામાં પાસવર્ડ શેરિંગને સમાપ્ત કરવા માટે એક નવી યોજના અમલમાં મુકવા જઈ રહી છે.

 Disney Plus: ગયા વર્ષે નેટફ્લિક્સે પાસવર્ડ શેરિંગ પર કડક નિયમો બનાવ્યા હતા અને ઘરની બહાર લોકો સાથે પાસવર્ડ શેયરિંગ પર એકસ્ટ્રા ચાર્જ વસૂલ્યો હતો. કંપનીએ વધુ આવક મેળવવા માટે આ પગલું ભર્યું હતું. હવે Netflix ના પગલે ચાલતા Disney Plus એ પણ મોટી જાહેરાત કરી છે. કંપની આગામી કેટલાક મહિનામાં પાસવર્ડ શેરિંગને સમાપ્ત કરવા માટે એક નવી યોજના અમલમાં મુકવા જઈ રહી છે.

બુધવારે, ડિઝની ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર હ્યુ જોન્સટને ડિઝની પ્લસ એકાઉન્ટ્સના પાસવર્ડ શેરિંગને રોકવા માટે એક નવો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, જો કોઈ બીજાના એકાઉન્ટમાંથી લોગ ઇન કરે છે, તો તેના પોતાના સબસ્ક્રિપ્શન માટે સાઇનઅપ ત્યાં ઉપલબ્ધ થશે. આ માટે તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે.

તે માર્ચ 2024 થી શરૂ થઈ શકે છે

તેમણે વધુમાં કહ્યું કે, ડિઝની માર્ચ 2024થી આ પ્રતિબંધ શરૂ કરશે. તેની મદદથી પાસવર્ડ શેરિંગને નિયંત્રિત કરવું પડશે. જો કે, આ કેવી રીતે કામ કરશે તેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

Netflix ના ફીચર્સની જેમ કામ કરશે

ડિઝનીની યોજના પાસવર્ડ શેરિંગને રોકવાની છે. આ માટે, નવી સુવિધાઓ રજૂ કરવામાં આવી છે, જે ઘરની બહાર રહેતા એકસ્ટ્રા સભ્યોને ઉમેરવા પર વધારાની ચૂકવણી કરવાનું કહે છે. આ Netflixના ફીચર્સ જેવું જ હોઈ શકે છે, જેને ઘરથી દૂર રહેતા યુઝર્સ સાથે પાસવર્ડ શેર કરવા માટે વધારાના રૂપિયા ચૂકવવાની જરૂર પડે છે.

ડિઝનીએ ચાર્જ જાહેર કર્યા નથી

હાલમાં Netflix ઘરથી બહાર રહેનારા કોઇ પણ વ્યક્તિ સાથે પાસવર્ડ શેર કરવા માટે 7.99 ડોલર ચાર્જ કરે છે. જોકે, ડિઝનીએ હજુ સુધી પાસવર્ડ શેરિંગ માટેના વધારના ચાર્જ જાહેર કર્યા નથી. પાસવર્ડ શેરિંગ ઉપરાંત, કંપની આવક માટે જાહેરાત સપોર્ટ પણ લાવી શકે છે.                                                                                                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Diwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યોBhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વSabarkantha News: ખેડૂતોને વગર વ્યાજે લોન આપવા MLA ધવલસિંહ ઝાલાએ  બેંકના ચેયરમેનને લખ્યો પત્રAhmedabad Chopda Pujan : દિવાળીના પર્વ પર અમદાવાદમાં 6\3 ફૂટના વિશાળ ચોપડાનું કરાયું પૂજન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 Essential Vaccines Every Woman Should Get: છોકરીઓએ આ 4 રસી જરૂર લેવી જોઈએ, ફટાફટ નોંધી લો નામ
છોકરીઓએ આ 4 રસી જરૂર લેવી જોઈએ, ફટાફટ નોંધી લો નામ
Video: ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા
Video: ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા
Exclusive: ઉદ્ધવ ઠાકરે કે શરદ પવાર, જરૂર પડશે તો કોને પસંદ કરશો? દેવેન્દ્ર ફડણવીસે કરી 'ભવિષ્યવાણી'
Exclusive: ઉદ્ધવ ઠાકરે કે શરદ પવાર, જરૂર પડશે તો કોને પસંદ કરશો? દેવેન્દ્ર ફડણવીસે કરી 'ભવિષ્યવાણી'
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો, 50 ટકા વધશે બેઠકો, એનસીપી-શિવસેનાને મોટું નુકસાન, નવા સર્વેએ ચોંકાવ્યા
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો, 50 ટકા વધશે બેઠકો, એનસીપી-શિવસેનાને મોટું નુકસાન, નવા સર્વેએ ચોંકાવ્યા
Embed widget