Big Breaking: યુઝર્સને ટ્વીટર તરફથી મોટી ભેટ, હવે તમે તમારું ટ્વીટ એડિટ કરી શકશો, જાણો કઈ રીતે
Tweet Edit Option: ટ્વીટરને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા પછી તેને એડિટ કરી શકશો.
Tweet Edit Option: ટ્વીટરને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા પછી તેને એડિટ કરી શકશો. આ માટે ટ્વીટરે આજથી એડિટ બટન શરૂ કરી દીધું છે. જોકે, શરૂઆતમાં માત્ર વેરિફાઈડ એકાઉન્ટને જ સુવિધા મળશે. યુઝર્સ ઘણા સમયથી ટ્વીટને એડિટ કરવાની માંગ કરી રહ્યા હતા. ટેસ્લાના સીઈઓએ પોતે પણ ટ્વીટ કરીને એડિટ બટન શરૂ કરવાની માંગ કરી હતી.
ટ્વીટ 30 મિનિટ સુધી એડિટ કરી શકાયઃ
ટ્વીટ કર્યા પછી, યુઝર્સ આગામી અડધા કલાકમાં તેને એડિટ કરી શકશે. ટ્વીટરે હાલમાં તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ટ્વીટરે ટ્વીટ કરીને કહ્યું છે કે જો તમે તમારા એકાઉન્ટ પર એડિટ બટન જુઓ છો, તો તે ટેસ્ટિંગ માટે થઈ રહ્યું છે. સમાચાર એ પણ છે કે શરૂઆતમાં ફક્ત તે લોકોને જ આ સુવિધા મળશે જેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે.
if you see an edited Tweet it's because we're testing the edit button
— Twitter (@Twitter) September 1, 2022
this is happening and you'll be okay
ટ્વીટના મૂળ ઇતિહાસ સાથે છેડછાડ નહી થાયઃ
જો તમે ટ્વિટ કર્યું છે અને તમે તેને બદલવા માંગો છો, તો તમને બદલવાનો વિકલ્પ મળશે. પરંતુ તમે તેનો સંપૂર્ણ ઇતિહાસ પણ જોઈ શકશો. એટલે કે, પહેલાં કરાયેલા ટ્વીટમાં શું લખાયું હતું અને શું એડિટ કરાયું છે તે લોકો જોઈ શકશે. ભારતમાં આ સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વેરિફાઈડ ટ્વીટર એકાઉન્ટ ધરાવતા લોકોને આ સુવિધા મળવાની ખાતરી છે. આ સાથે, જો કોઈ તમારું ટ્વીટ જોઈ રહ્યું છે, તો તે સમજી જશે કે ટ્વીટ એડિટ કરવામાં આવી છે.
આ સાવધાની રાખજોઃ
ટ્વીટને એડિટ કરવાનો એવો મતલબ નથી કે તમે કંઈપણ ટ્વીટ કરો અને વિચારો કે હું તેને પછી એડિટ કરીશ. તો એવું નથી. એડિટ બટનથી આ બિલકુલ થશે નહીં. કારણ કે યુઝર્સ એ પણ જોઈ શકશે કે મૂળ ટ્વીટમાં શું બદલાવ આવ્યો છે. જેથી કરીને ટ્વીટ કરતાં પહેલાં અને તેને એડિટ કરતાં પહેલાં સાવધાની રાખવી જરુરી છે.
કેટલા યુઝર્સને મળશે આ સેવાઃ
ટ્વિટર પાસે 320 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. ટ્વીટર યુઝર્સ ઘણા સમયથી એડિટ બટનની માંગ કરી રહ્યા હતા. જો કે એવું પણ બની શકે છે કે આગામી એક-બે દિવસમાં તમને એડિટનો વિકલ્પ દેખાવા લાગશે.