WhatsAppમાં આવી રહ્યું છે Facebookનું આ ખાસ ફિચર, જાણો શું છે ને કઇ રીતે કરશે કામ
આ વર્ષે આવનારા ફિચર્સમાં સૌથી ખાસ છે લૉગ આઉટ ફિચર. જેની મદદથી આપણને વૉટ્સએપ (WhatsApp)માં આવી રહેલી સતત મેસેજથી છુટકારો મળી શકે છે. આ ફિચરની લાંબા સમયથી ડિમાન્ડ હતી. વળી હવે આ ફિચર જલ્દી યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) આ વર્ષે નવા ફિચર્સ લઇને આવવાનુ છે. જેમાં એપનો યૂઝ કરવાનો એક્સપીરિયરન્સ વધુ સરળ અને જોરદાર બની જશે. આ વર્ષે આવનારા ફિચર્સમાં સૌથી ખાસ છે લૉગ આઉટ ફિચર. જેની મદદથી આપણને વૉટ્સએપ (WhatsApp)માં આવી રહેલી સતત મેસેજથી છુટકારો મળી શકે છે. આ ફિચરની લાંબા સમયથી ડિમાન્ડ હતી. વળી હવે આ ફિચર જલ્દી યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે.
ફેસબુકની (Facebook) જેમ કરી શકશો લૉગઆઉટ...
ખરેખરમાં આપણે વૉટ્સએપ (WhatsApp) પર 24x7 લૉગ ઇન રહો છો, જેના કારણે આપણા વૉટ્સએપ પર સતત મેસેજ આવતા રહે છે. આનાથી બચવાના બે જ રસ્તાં હતા, યા તો ફોનનો ડેટા બંધ રાખો કે પછી એપ ડિલીટ કરી દો. પરંતુ હવે યૂઝર્સ વૉટ્સએપને પણ ફેસબુકની (Facebook) જેમ લૉગ આઉટ કરી શકશો, અને ઇચ્છો ત્યારે લૉગ ઇન કરી શકશો, આનાથી તમારી પર્સનલ લાઇફ પણ બરાબર રહેશે.
એપલ અને એન્ડ્રોઇડ યૂઝર્સ કરી શકશે યૂઝ...
વૉટ્સએપ (WhatsApp)નુ નવુ લૉગઆઉટ ફિચર WhatsApp મેસેન્જર અને WhatsApp બિઝનેસ બન્ને વર્ઝનમાં આપવામાં આવશે. એપલ અને એન્ડ્રોઇડ યૂઝર્સ બન્ને આ ફિચરનો ઉપયોગ કરી શકશે. જોકે આ ફિચરને લઇને હજુ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ એપ જલ્દી જ યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે.
વૉઇસ અને વીડિયો કૉલ હવે વિન્ડોઝ અને એપલ મેક ડિવાઇસીસ માટે...
વૉટ્સએપ યૂઝર્સ માટે એક આનંદના સમાચાર છે, હવે વૉટ્સએપે પોતાના યૂઝર્સ માટે નવુ કામનુ ફિચર રૉલઆઉટ કરી દીધુ છે, આ ફિચર ડેસ્કટૉપ માટે ખુબ ઉપયોગી છે. વૉટ્સએપે જાહેરાત કરી છે કે ખાનગી અને સુરક્ષિત વન ટૂ વન વૉઇસ અને વીડિયો કૉલ હવે વિન્ડોઝ અને એપલ મેક ડિવાઇસીસ માટે ડેસ્કટૉપ એપ પર અવેલેબલ છે.
ડેસ્કટૉપ કૉલિંગને વધુ ઉપયોગી બનાવવા માટે વૉટ્સએપે એ નક્કી કર્યુ છે કે આ પોટ્રેટ અને લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન બન્ને માટે મૂળ રીતે કામ કરે.