iPhone : લીક થઇ iPhone SE 3ની ડિઝાઇન, 5.59 ઇંચની ડિસ્પ્લે સાથે મળશે આટલા સ્પેશ્યલ ફિચર
આઇફોન SE 3ના રેન્ડર્સથી જાણી શકાય છે કે ફોન iPhone 12 અને iPhone 13 ની જેમ બૉક્સી ડિઝાઇન નહીં આવે.
iPhone SE 3 Features: આઇફોનના કૉમ્પ્યુટર એડેડ ડિઝાઇન ઓનલાઇન દેખાઇ છે. આવુ પહેલીવાર છે જ્યારે આઇફોન SE 3ના રેન્ડર ઓનલાઇ દેખાયુ છે. રેન્ડર્સથી જાણી શકાય છે કે, આઇફોન SE 3 (iPhone SE 3)ની ડિઝાઇન પોતાના જુના iPhone SE 2020 અને iPhone XRના જેવી જ હશે. જોકે, iPhone SE 3માં કેટલાક ખાસ ફેરફાર પણ થયા છે. ડિસ્પ્લેમાં સામેની બાજુએ ફેસ આઇડી માટે એક નૉચ છે. ફ્લેશની સાથે રિયર પર સિંગલ કેમેરા છે. iPhone SEને પોતાના જુના iPhone SE 2020ની જેમ ટચ આઇડી નહીં મળે.
જેમ કે આશા રાખવામાં આવી રહી છે અને આઇફોન SE 3ના રેન્ડર્સથી જાણી શકાય છે કે ફોન iPhone 12 અને iPhone 13 ની જેમ બૉક્સી ડિઝાઇન નહીં આવે. આ તે જ જુની ડિઝાઇનની સાથે આવશે. રેન્ડરમાં ફોન સફેદ રંગમાં દેખાયો છે. પાવર બટન અને સિમ ટ્રેને રાઇટ સાઇડમાં બતાવવામાં આવી છે, જ્યારે વૉલ્યૂમ રૉકર લેફ્ટ સાઇડમાં બતાવવામાં આવ્યુ છે. યુએસબી માટે પોર્ટ ટાઇપચ સી અને સ્પીકર ગ્રિલ નીચેની બાજુએ છે. લીક્સનુ માનીએ તો આ ફોનને એપ્રિલ 2022 સુધી લૉન્ચ કરવામાં આવી શકે છે.
Appleએ અધિકારીક રીતે iPhone SE વિશે કોઇ જાણકાી નથી આપી. આ ચોક્કસ નથી કે ફોન લૉન્ચ થશે કે નહીં. લીક્સ અનુસાર બેસ્ટ ફોટોગ્રાફી અનુભવ માટે iPhone SE 3માં સિંગલ 12 મેગાપિક્સલ રિયર કેમેરા સેન્સર અને X60M 5G બેસબેન્ડ ચિપ મળી શકે છે.
આ પહેલા, સ્માર્ટફોનમાં કેટલાક મોટી સ્પેશિફિકેશન્સ પણ ઓનલાઇન લીક થઇ હતી. લીક્સ અનુસાર, આઇફોન SE 3માં A15 બાયૉનિક ચિપસેટ મળવાની આશા છે, જે કથિત રીતે iPhone 14ને પાવર આપશે. ફોન 3GB રેમ સપોર્ટ હોઇ શકે છે. જોકે, Apple ક્યારેય પણ સ્માર્ટફોનમાં RAM સ્પેશિફાય નથી કરતુ. સ્ટૉરેજના મામલામાં, ફોન 128GB સ્ટૉરેજની સાથે આવી શકે છે. જ્યારે iPhone SEમાં મળેલુ 64GB વેરિએન્ટ પણ આવે છે.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો