શોધખોળ કરો
Advertisement
5-6 હજાર નહીં 10010mAh બેટરીવાળો સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો ફિચર્સ
ચીનની Hisense કંપનીએ KingKong 6 સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન 10,010mAh બેટરી સાથે આવશે.
નવી દિલ્હી: સ્માર્ટફોનની દુનિયામાં આજકાલ નવા નવા ઇનોવેશન થતા રહે છે. બેટરની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હવે કંપનીઓ લાંબી બેટરીવાળા સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી રહી છે. હાલમાં 5000mAh થી લઈને 6000mAh સુધીની બેટરીવાળા સ્માર્ટફોન માર્કેટમાં ઉપલબ્ધ છે. પરંતુ ચીનની એક ટેક કંપનીએ 10,010mAh બેટરીવાળો સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ચીનની Hisense કંપનીએ KingKong 6 સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન 10,010mAh બેટરી સાથે આવે છે. Hisenseએ નવા KingKong 6 સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ 5510mAhની બેટરી આપશે. જ્યારે તેની સાથે કંપની બીસ્પોક બેટરી કેસ આપી રહી છે. જે 4500mAh સાથે આવે છે. જેને ફોનની પાછળ કનેક્ટ કરી શકાય છે.
જીએસએમના અરીના રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોન 6.52 ઇંચની ડિસ્પ્લે સાથે આવશે. જેમાં 4 જીબી રેમ+128 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજના ઓપ્શનમાં મળશે.
ફોટોગ્રાફી માટે રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. જ્યારે 13 મેગાપિક્સલ ના પ્રાયમરી કેમેરા સાથે બે 2 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ફોનનું વજન 205 ગ્રામ છે. બેટરી કેસિંગ સાથે તેનું વજન વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement