Appleએ ભારતમાં લૉન્ચ કર્યુ MacBook Pro અને MacBook Air, જાણો કિંમતથી લઇને ખાસિયત સુધી.......
Apple MacBook Air 2022 ને મિડનાઇટ, સ્ટારલાઇટ, સ્પેસ ગ્રે અને સિલ્વર કલર વેરિએન્ટમાં લૉન્ચ કરવામા આવ્યુ છે.
WWDC 2022: એપલે પોતાની વાર્ષિક ઇવેન્ટ WWDC (World Wide Developers Conference) માં કેટલીય પ્રૉડક્ટ્સ લૉન્ચ કરી દીધી છે, જેમાં સૉફ્ટવેર અને હાર્ડવેર બન્ને સામેલ છે. કંપનીએ M2 ચિપની સાથે 13- ઇંચ મેકબુક પ્રૉ (Macbook Pro) અને મેકબુક એર (Macbook Air) ને લૉન્ચ કરી. ટેકની આ દિગ્ગજ કંપનીએ એ પણ બતાવ્યુ કે મેકબુક એર અને મેકબુક પ્રૉની ભારતમાં શું કિંમત હશે ?
ભારતમાં મેકબુક એરની કિંમત 119,900 રૂપિયા (શિક્ષણ માટે 109,900 રૂપિયા) અને મેકબુક પ્રૉની કિંમત 129,000 રૂપિયા (શિક્ષણ માટે 119,900 રૂપિયા) સાથે જ કંપનીએ 35W ડ્યૂલ USB-C પોર્ટ પાવર એડૉપ્ટરની કિંમત 5,800 રૂપિયા નક્કી કરી છે.
ખાસિયત -
Apple MacBook Air M2 ચિપની સાથે લૉન્ચ કરવામાં આવ્યુ છે. 13 ઇંચની એપલ મેકબુક પ્રૉને પણ M2 ચિપની સાથે લૉન્ચ કરવામાં આવ્યુ છે. 8GB યૂનિફાઇડ મેમરી + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે Apple MacBook Air 2022 ની કિંમત 1,19,900 રૂપિયા હશે અને 8GB યૂનિફાઇડ મેમરી + 512GB SSD વેરિએન્ટ મૉડલની કિંમત 1,49,900 રૂપિયા હશે. Apple MacBook Air 2022 ને મિડનાઇટ, સ્ટારલાઇટ, સ્પેસ ગ્રે અને સિલ્વર કલર વેરિએન્ટમાં લૉન્ચ કરવામા આવ્યુ છે. કંપનીએ કહ્યું કે, Apple Macbook Airની ડિસ્પ્લેને ગયા વર્ઝનની સરખામણીમાં 25 ટકા બ્રાઇટર કરવામાં આવ્યુ છે. આમાં કંપનીએ વીડિયો કૉલ માટે 1080p ફ્રન્ટ કેમેરો પણ આપ્યો છે. આમાં 4 સ્પીકર આપવામાં આવ્યા છે. ઓડિયો કેપ્ચર કરવા માટે ત્રણ માઇક આપવામાં આવ્યા છે. કીબોર્ડમાં Touch ID આપવામા આવી છે.
કંપનીએ કહ્યું કે, આમાં બે USB-C પૉર્ટ્સ છે, અને આ 18 કલાક સુધીનો વીડિયો Playback આપે છે. આમાં 67-watt એડૉપ્ટરની સાથે ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ છે. આ 30 મિનીટમાં 50 ટકા બેટરી ચાર્જ કરી દે છે. 13- ઇંચની MacBook Proમાં ટચ બારનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ 20 કલાકનો વીડિયો પ્લેબેક ટાઇમ આપે છે.
આ પણ વાંચો.......
Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય
Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા
Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ