શોધખોળ કરો

iPhone 12 સાથે કંપની આ વખતે ચાર્જિંગ એડપ્ટર નહીં આપે, લેવા માટે શું કરવુ પડશે, જાણો વિગતે

iPhone 12 વિશે લીક થયેલી કેટલાક રિપોર્ટ પ્રમાણે નવા આઇફોનમાં iPhone 4Sની ઝલક જોવા મળી શકે છે

નવી દિલ્હીઃ એપલે પોતાની જાણીતી સીરીઝ આઇફોન 12 (iPhone 12) ને લૉન્ચ કરવાની તારીખની જાહેરાત કરી દીધી છે. કંપની 13 ઓક્ટોબરે એક સ્પેશ્યલ ઇવેન્ટ કરશે, આ માટે મીડિયા ઇન્વિટેશન મોકલી દેવામાં આવ્યા છે. ઇન્વિટેશન કાર્ડ પર 'Hi, Speed' લખ્યુ છે. જોકે, કોરોના સંક્રમણના કારણે આ લૉન્ચિંગ ઇવેન્ટ પણ વર્ચ્યૂઅલ જ હશે. રિપોર્ટ છે કે આ વખતે કંપની આઇફોન 12 સાથે ચાર્જર નહીં આપે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા એપલે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને અન્ય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટ 13 ઓક્ટોબરે સવારે 10 વાગે (ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે) હશે. આ ઇવેન્ટ યુએસના કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલના કૉર્પોરેટ હેડક્વાર્ટર Apple Parkમાં આયોજિત કરવામાં આવશે. એપલ લાઇવ ઇવેન્ટને કંપનીની વેબસાઇટ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોઇ શકાશે. આઇફોન 12માં શુ છે ખાસિયતો.... iPhone 12 લાઇન અપને નવી ડિઝાઇનની સાથે સ્ક્વૉયર્ડ ઓફ એજ અને 5G ટેકનોલૉજી સાથે લાવવામાં આવી રહ્યો છે. 5Gને લઇને કન્ફર્મ નથી, પરંતુ કહેવાઇ રહ્યું છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત ચાર નવા મૉડલ હશે. આમાં iPhone 12 મિની, 6.1 ઇંચ વાળો iPhone 12, iPhone 12 Pro, and the iPhone 12 Pro Max 6.7 ઇંચ ડિસ્પ્લે સાઇઝમાં આવશે. iPhone 12 વિશે લીક થયેલી કેટલાક રિપોર્ટ પ્રમાણે નવા આઇફોનમાં iPhone 4Sની ઝલક જોવા મળી શકે છે. આઇફોન સાથે ચાર્જર નહીં મળે.... વળી બીજી કેટલાક લીક થયેલી રિપોર્ટ પ્રમાણે, માત્ર iPhone પ્રૉ મેક્સ ફાસ્ટ mmWave 5G ટેકનોલૉજી સાથે આવશે. જ્યારે ફોનના બીજા મૉડલ એકદમ કૉમન Sub-6GHz 5Gની સાથે હશે. iPhone 12 ને લઇને એવા પણ રિપોર્ટ છે કે આ વખતે કંપની બૉક્સમાં ઇયરફૉન્સ અને ચાર્જિંગ એડેપ્ટર નથી આપવાની. જો આવુ થશે તો ફેન્સ નારાજ થશે. જોકે એપલ પહેલાથી જ પોતાની પ્રૉડક્ટ Apple Watch Series6 અને Apple Watch SE જેવા મૉડલ્સમાંથી ચાર્જર હટાવવાની શરૂઆત કરી ચૂકી છે. કંપની આઇફોનના મૉડલ સાથે ચાર્જર ના આપે તો કસ્ટમરે અલગથી એપલ સ્ટૉર પરથી ચાર્જરની ખરીદી કરવી પડી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, આ ફોનની 51,300 થી 55000 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. વળી લીક થયેલી ડિટેલનુ માનીએ તો iPhone 12 માટે બિલ ઓફ મટીરિયલ (BOM) વધી ગયુ છે, અને આ $749 થી શરૂ થઇ શકે છે. આ વધારો ફોન પર 5Gના કારણે માની શકાય છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget