શોધખોળ કરો
Advertisement
iOS 14 માં ભારતીય યૂઝર્સ માટે Apple લાવી રહ્યું છે આ બે ખાસ ફિચર્સ, જાણો
Apple બે ખાસ ફીચર લાવી રહ્યું છે. તેમાં મ્યૂઝિક પ્લેલિસ્ટ અને એસએમએસ ફિલ્ટરિંગ સામેલ છે.
નવી દિલ્હી: Apple જલ્દી જ iPhone 12 લોન્ચ કરવા જઈ રહ્યું છે. iOS 14 ને પણ ભારતમાં iPhone યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. હાલમાં સોફ્ટવેર પબ્લિક બીટામાં છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. જો કે, રેગ્યુલર યૂઝર્સને થોડો વધુ સમય રાહ જોવી પડી શકે છે. કંપનીએ આઈફોન યૂઝર્સ માટે iOS 14 માં અનેક શાનદાર અને યૂનિક ફીચર્સ લઈને આવી રહી છે. એપ્પલ તેમાં એક એવું ફીચર લાવી રહ્યું છે. જેમાં એપ્પલ મ્યૂઝિકમાં આર્ટિસ્ટની જગ્યાએ એક્ટરના નામથી સોંગ સર્ચ કરી શકાશે. તેમાં એસએમએસ ફિલ્ટરિંગ ફીચર પણ જોડવામાં આવશે.
ગ્લોબલ માર્કટના મુકાબલે ભારતમાં મ્યૂઝિકને કેટેગરાઈઝ અથવા ફરી આર્ટિસ્ટના નામથી સર્ચ કરતા હોય છે. કારણ કે બોલિવૂડ સોંગમાં એક્ટર ડાન્સ કરતા હોય છે. તેથી સોંગ એક્ટરથી ઓળખાય છે. તેથી એપ્પલ iOS 14 માં યૂઝર્સના કામને સરળ બનાવવા માટે આ ફીચર લાવી રહ્યું છે. જેમાં આર્ટિસ્ટની જગ્યાએ એક્ટરના નામથી સર્ચ કરી શકાશે.
એસએમએસ ફિલ્ટરિંગ પણ ભારતીય યુઝર્સને સરળ બનાવશે. iOS 14 માં મેસેજ એપ તે નંબરના આધાર પર એસએમએસને કેટેગરાઈઝ અને ફિલ્ટર કરશે જે યૂઝર્સ યૂઝ કરશે. તેમાં OTP વાળા સેમેજને એક અલગ કેટેગરીમાં જશે તે તમારા બીજા મેસેજને સાથે મિક્સ નહીં. એપ્પલે તેના માટે સ્માર્ટ ફિલ્ટર સિસ્ટમ બનાવી છે.
આ અપડેટ પણ મળશે
આ બે ફીચર્સ સિવાય iOS 14 માં ભારતીય યૂઝર્સ માટે કેટલાક મહત્વપૂર્ણ અપડેટ પણ આપવામાં આવશે. iOS 14 20 નવા દસ્તાવેજ ફોન્ટ પણ આપેલા હશે સાથે જ વર્તમાન 18 ફોન્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. iOS હિંદી અને અન્ય ભારતીય સ્ક્રિપ્ટ્સમાં ઈમેલ એડ્રેસનો સપોર્ટ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion