શોધખોળ કરો
Advertisement
Apple હવે આ નવા આઇફોનનું પ્રૉડક્શન બંધ કરવા જઇ રહી છે, જાણો શું છે કારણ
એપલે iPhone 12 miniને લૉન્ચ કર્યો છે. ભારતમાં iPhone 12 Miniની કિંમત 66900 રૂપિયા છે
નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની એપલ આ વર્ષે સપ્ટેમ્બર સુધી પોતાની નવ સીરીઝ iPhone 13 લાવવાની તૈયારીમાં છે. વળી આ પહેલા કંપની ચાર મહિના પહેલા લૉન્ચ થયેલા iPhone 12 સીરીઝના સ્માર્ટફોન iPhone 12 miniનુ પ્રૉડક્શન બંધ કરવા જઇ રહી છે. આના પાછળનુ કારણ ફોનની ઓછી પૉપ્યૂલારિટી બતાવવામાં આવી રહી છે.
બંધ થશે પ્રૉડક્શન...
એપલ દ્વારા ખાસ કરીને ભારતીય માર્કેટને જોતા iPhone 12 miniને લૉન્ચ કરવામાં આવ્યો હતો. લૉન્ચ પહેલા આ ફોનની જબરદસ્ત ચર્ચાઓ હતી. 5G ટેકનોલૉજીની સાથે આ દુનિયાનો નાનો અને હલ્કો ફોન છે, અને આમ છતાં આ ફોન યૂઝર્સને ખાસ કંઇ પસંદ નથી આવ્યો. આ ફોન નથી વેચાયો આ કારણે કંપની હવે આના પ્રૉડક્શનને બંધ કરી શકે છે.
સપ્ટેમ્બરમાં લૉન્ચ થઇ શકે છે નવી સીરીઝ...
Apple આ વખતે સપ્ટેમ્બર સુધી iPhone 13 સીરીઝ લૉન્ચ કરી શકે છે. આ પહેલા કંપની iPhone 12 miniના પ્રૉડક્શન બંધ કરી શકે છે. આ ફોનની ડિમાન્ડ પણ ખુબ ઓછી છે. જેના કારણે કંપની આ ફેંસલો લેવા જઇ રહી છે.
આ છે કિંમત....
એપલે iPhone 12 miniને લૉન્ચ કર્યો છે. ભારતમાં iPhone 12 Miniની કિંમત 66900 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દુનિયા
દેશ
Advertisement