શોધખોળ કરો
Advertisement
માર્કેટના 5 સૌથી સસ્તાં 4G VoLTE ફોન, કિંમત છે 5000થી પણ ઓછી
માર્કેટમાં અત્યારે દરેક રેન્જના દમદાર ફોન અવેલેબલ છે, જો તમે એક સારા ફિચર્સ વાળો અને સસ્તો 4G ફોન શોધી રહ્યાં હોય, તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે
નવી દિલ્હીઃ માર્કેટમાં અત્યારે દરેક રેન્જના દમદાર ફોન અવેલેબલ છે, જો તમે એક સારા ફિચર્સ વાળો અને સસ્તો 4G ફોન શોધી રહ્યાં હોય, તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે, આજે અમે તમને આ રિપોર્ટમાં પાંચ 4G VoLTE (વૉઇસ ઓવર લૉન્ગ ટર્મ ઇવેલ્યૂશન) ટેકનોલૉજી વાળા ફોન વિશે બતાવી રહ્યાં છીએ.
ઇન્ટેક્સ ટર્બો પ્લસ
4G VoLTE માટે આ સૌથી સસ્તો ફોન છે, ફોનની કિંમત બસ બે હજાર રૂપિયા છે. ફિચર્સની વાત કરીએ તો આમાં 4G VoLTEની સુવિધા તો છે જ જેમાં ઇન્ટરનેટ ફાસ્ટ ચાલશે. ફોનમાં બેસ્ટ કેમેરા અને 2000 એમએએચની બેટરી આપવામાં આવી છે.
માઇક્રોમેક્સ ભારત 1
4G VoLTEની ફેસિલિટી વાળો આ બીજો ફોન છે, આની કિંમત 2200 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનમાં 2000 એમએએચની બેટરી છે.
જિઓ ફોન 2
જિઓએ પણ માર્કેટમાં પોતાનો સૌથી સસ્તો 4G VoLTE ફોન ઉતાર્યો છે. આ ફોનની કિંમત 3000 રૂપિયા છે. દમદાર ફિચર્સ સાથે આમાં પણ બેસ્ટ બેટરી આપવામાં આવી છે.
લાવા કનેક્ટ M1
લગભગ 3500 રૂપિયાની કિંમતમાં આવનારો આ લાવા કનેક્ટ M1 પણ 4G VoLTEની ફેસિલિટી વાળો ફોન છે. આમાં 512 એમબી રેમ અને 4જીબી સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
આઇસ્માર્ટ i1
લગભગ 4000 રૂપિયાની કિંમતમાં આ ફોન 4G VoLTEની બેસ્ટ ફેસિલિટી આપે છે. આમાં બધા ફિચર સારા છે. આમાં કંપનીએ 3000 એમએએચની બેટરી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion