Realme Pad: રિયલમીએ ફક્ત 10,999 રૂપિયામાં લૉન્ચ કર્યુ 8.7 ઇંચની ડિસ્પ્લે વાળુ પેડ, જાણો ફિચર્સ ને કિંમત........
ડિવાઇસ યૂનિસૉફ ચિપસેટ પર કામ કરે છે, અને એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમની સાથે છે. Realme Pad Miniમાં WXGA+ ડિસ્પ્લે સપોર્ટ આપવામાં આવ્યો છે,
Realme Pad Miniનો ભારતમાં ઓફિશિયલ કરી દેવામાં આવ્યુ છે, રિયલમીએ ભારતમાં પોતાના Android ટેબલેટ લાઇનઅપનો વિસ્તાર Realme Pad Miniના લૉન્ચની સાથે કર્યો છે, ટેબલેટ રિયલમી પેડનુ ટૉન્ડ ડાઉન વર્ઝન છે જેને કંપનીએ ગયા વર્ષે લૉન્ચ કર્યુ હતુ.
ડિવાઇસ યૂનિસૉફ ચિપસેટ પર કામ કરે છે, અને એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમની સાથે છે. Realme Pad Miniમાં WXGA+ ડિસ્પ્લે સપોર્ટ આપવામાં આવ્યો છે, અને એક અલ્ટ્રા સ્લિમ બૉડીની સાથે આવે છે. આ પેડને પાવર આપવા માટે આમાં 6,400 mAhની બેટરી આપવામા આવી છે.
Realme Pad Mini 8.7 ઇંચની WXGA+ ડિસ્પ્લેનુ રિઝૉલ્યૂશન 1340x800 પિક્સલ છે. આ ડિવાઇસ ઓક્ટાકૉર UniSoc T616 પ્રૉસેસરની સાથે છે, જે 4GB સુધી રેમ સપોર્ટ કરે છે. કંપનીએ આ 2 વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે, એકમાં 32 જીબીની ઇન્ટનલ સ્ટૉરેજ છે, અને બીજામાં 64 જીબીની ઇન્ટરનલ સ્ટૉરેજ છે. આના ઇન્ટરનલ સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડથી 1 ટીબી સુધી વધારી શકાય છે. આ એપ ગૂગલની એન્ડ્રોઇડ 11 પર બેઝ રિયલમી MIUI ફૉર પેડ પર કામ કરે છે.
ફોટોગ્રાફી માટે આમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. વળી આમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ડ્યૂલ સ્પીકરની સાથે આવે છે. આમાં આપવામાં આવેલી 6400mAhની બેટરી 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
કિંમતની વાત કરીએ તો આના 3GB+32GB WiFi વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે, વળી 3GB+32GB LTE વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે. આ ઉપરાંત 4GB+64GB વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે.
આ પણ વાંચો.........
શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો
મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો