Reliance Jio Laptop: રિલાયન્સ લઇને આવી રહ્યું છે 15 હજારથી સસ્તુ 4G લેપટૉપ, જુઓ શું છે ખાસ....
સુત્રો અનુસાર, રિલાયન્સ જિઓનો દાવો છે કે, આ લેપટૉપ ભારતીય માર્કેટમાં જિઓ ફોનની જેમ દરેક વ્યક્તિ સુધી પોતાની પહોંચ બનાવવામાં સફળ રહેશે.
![Reliance Jio Laptop: રિલાયન્સ લઇને આવી રહ્યું છે 15 હજારથી સસ્તુ 4G લેપટૉપ, જુઓ શું છે ખાસ.... Come Soon: reliance jio to launch 4g enabled low cost laptop in indian market Reliance Jio Laptop: રિલાયન્સ લઇને આવી રહ્યું છે 15 હજારથી સસ્તુ 4G લેપટૉપ, જુઓ શું છે ખાસ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/03/22c37168631d8b1b76115e9f6db007a2166477546327377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Reliance Jio Laptop Launch Date : દેશની જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીની આગેવાની વાળી રિલાયન્સ જિઓ (Reliance Jio) જલદી માર્કટેમાં પોતાનુ 4G સિમ કાર્ડ વાળુ લેપટૉપ લઇને આવી રહ્યું છે. સુત્રો અનુસાર, રિલાયન્સ જિઓનો દાવો છે કે, આ લેપટૉપ ભારતીય માર્કેટમાં જિઓ ફોનની જેમ દરેક વ્યક્તિ સુધી પોતાની પહોંચ બનાવવામાં સફળ રહેશે. રિલાયન્સ જિઓના 4G સિમ કાર્ડ વાળા લેપટૉપની કિંમત 15,000 રૂપિયા (184 ડૉલર) બતાવવામાં આવી રહી છે. લેપટૉપની કિંમત સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
જિઓ ફોનની જેમ થશે સફળ -
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓનુ લક્ષ્ય છે કે ભારતમાં પોતાના ઓછા બજેટ વાળા જિઓ ફોનની સફળતાને એકવાર ફરીથી દોહરાવવાનુ છે. રિલાયન્સ ગૃપ (Reliance Group) એ JioBook લેપટૉપ માટે અમેરિકન વાયરલેસ ટેલિકૉમ્યૂનિકેશન પ્રૉડક્ટ્સ બનાવનારી કુઅલકૉમ (Qualcomm) અને માઇક્રોસૉફ્ટ (Microsoft) ની ભાગીદારી છે. વળી બીજીબાજુ વધુ સારી ટેકનિક માટે કૉમ્પ્યુટિંગ ટિપ્સને આર્મ્સ લિમીટેડ અને એપ્સને વિન્ડૉઝ ઓએસ કંપની બનાવી રહી છે.
3 મહિનામાં મળશે -
ઉલ્લેખનીય છે કે ભારતમાં 420 મિલિયન ગ્રાહકોની સાથે ભારતનુ સૌથી મોટુ દુરસંચાર નેટવર્ક રિલાયન્સ જિઓની પાસે છે. રૉયટર્સના સુત્રોનુ માનીએ તો આ લેપટૉપ જલદી જ દેશની સ્કૂલો અને સરકારી સંસ્થાઓ માટે ઉપલબ્ધ થશે. આગામી 3 મહિનાની અંદર આના માર્કેટમાં આવવાની આશા છે. આ JioPhone જેટલુ મોટુ હોઇ શકે છે.
આ હશે ખાસિયત -
કાઉન્ટરપૉઇન્ટના વિશ્ષેલક તરુણ પાઠકનુ કહેવુ છે કે, ભારતીય માર્કેટમાં JioBook લેપટૉપના લૉન્ચથી 15 ટકા લેપટૉપની ડિમાન્ડ વધી જશે. Jio લેપટૉપમાં પોતાની JioOS ઓપરેટિંગ સિસ્ટમ હશે અને JioStore થી એપ્સ ડાઉનલૉડ કરવાની સુવિધા મળશે. રિસર્ચ ફર્મ આઇડીસી અનુસાર, ગયા વર્ષે ભારતમાં કુલ પર્સનલ કૉમ્પ્યુટર શિપમેન્ટ 14.8 મિલિયન યૂનિટ રહ્યાં છે, જેમાં એચપી (HP), ડેલ (DELL) અને લેનોવો (Lenovo) ના કૉમ્પ્યુટર સામેલ છે.
Airtel, Jio, Vodafone-Idea યૂઝર્સ માટે 5G ની ગિફ્ટ, 4G ની કિંમત જ મળશે 5G સર્વિસ -
5G Services: એરટેલ, જિઓ અને વૉડાફોન-આઇડિયા (Vodafone-Idea) પોતાની 5G સર્વિસ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે, છેલ્લા કેટલાય દિવસોથી સામે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ટેલિકૉમ કંપનીઓ 5G સર્વિસ શરૂ થયા બાદ ટ્રાફિક વધી શકે છે. જોકે, Airtelના CEO ગોપાલ વિટ્ટલે આ વાતના સંકેત આપ્યા હતા, વળી, એક ઇન્વેસ્ટર રિસર્ચ ફર્મની રિપોર્ટ એવુ કહે છે કે Jio પણ પોતાના 5G પ્લાનના દરો 4G ની સરખામણીમાં 20 ટકા સુધી વધારી શકે છે. જોકે હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જે ટેલિકૉમ યૂઝર્સ માટે ખુશીની ખબર લઇને આવ્યો છે.
વિદેશી બ્રૉક્રેઝ ફર્મ જેફરીજ (Jefferies) અને ET Telecom ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ટેલિકૉમ કંપનીઓ પોતાના 5G ના પ્લાનની કિંમતો 4G ની જેમ જ રાખવા માંગે છે, એટલે કે ટેલિકૉમ કંપનીઓના ARPU (એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર)માં હાલ કોઇ વૃદ્ધિ સંભવ નથી. રિસર્ચ ફર્મ કહે છે કે જ્યારે દક્ષિણ કોરિયા અને ચીનમાં 5G સર્વિસ લૉન્ચ થઇ હતી ત્યારે ટેલિકૉમ કંપનીઓએ પણ 5Gના ટેરિફ આકર્ષક રાખ્યા હતા, જેના કારણે આ બન્ને દેશોમાં 5Gની પેનિટ્રેશન ક્રમશઃ 33 અને 55 ટકા પહોંચ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)