શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Apple અને Google સાથે મળીને કોરોના સામે લડવા બનાવી રહ્યાં છે આ ખાસ એપ, આ રીતે કરશે મદદ
એપલ અને ગૂગલ સાથે મળીને કોરોનાને હરાવવા માટે એક ખાસ એપ બનાવી રહી છે. આ એપની મદદથી કૉન્ટેક્ટ ટ્રેસ કરીને કૉવિડ-19 સામે લડવા મદદ મળશે
નવી દિલ્હીઃ કોરોનાને માત આપવા માટે દુનિયાભરના દેશો પ્રયત્નો કરી રહ્યાં છે. ભારત સરકાર તરફથી દર્દીઓને ટ્રેસ કરવા માટે આરોગ્ય સેતુ એપ લૉન્ચ કરવામાં આવી છે. હવે આ લિસ્ટમાં દુનિયાની બે દિગ્ગજ ટેક કંપનીઓ સામેલ થઇ છે.
એપલ અને ગૂગલ સાથે મળીને કોરોનાને હરાવવા માટે એક ખાસ એપ બનાવી રહી છે. આ એપની મદદથી કૉન્ટેક્ટ ટ્રેસ કરીને કૉવિડ-19 સામે લડવા મદદ મળશે.
મોબાઇલ કંપની એપલ અને સર્ચ એન્જિન ગૂગલે મળીને કોરોના દર્દીઓના કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટે એક એપ બનાવી રહ્યાં છે. આ એપની પહેલી તસવીર પણ લીક થઇ છે. ગૂગલ અને એપલનો દાવો છે કે આ એપ્લિકેશનથી કોરોના દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોની ઓળખ આસાનીથી થશે, આ એપ બ્લૂટૂથ સિગ્નલથી કામ કરશે.
એપલ અને ગૂગલે યૂઝર્સની પ્રાઇવસીને સિક્યૉર રાખવા માટે એપીઆઇને અપડેટ કરવાની પણ જાહેરાત થઇ છે. બન્ને કંપનીઓનું કહેવુ છે કે આ એપની પ્રાઇવસી એકદમ મજબૂત છે. આ પહેલા એપીઆઇ ફ્રેમવર્કને પહેલીવાર 10મી એપ્રિલે રિલીઝ કરવામાં આવી હતી.
બન્ને કંપનીઓ પ્રાઇવસીને વધુ મજબૂત કરવા માટે બ્લૂટુથ સંબંધી મેટાડેટાને એન્ક્રિપ્ટ કરી રહી છે, કેમકે આ કોઇપણ વ્યક્તિને ઓળખવા અને યૂઝ કરવામાં વધુ મુશ્કેલ બનાવી દે છે. આના ધ્યાનમાં રાખીને પર્સનલ ડેટાને એન્ક્રિપ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion